IPL 2024, RCB and PBKS: ગઇકાલે એટલે કે 21 એપ્રિલના રોજ રમાનારી ડબલ હેડરની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સાંજની મેચમાં ગુજરાતે પંજાબ કિંગ્સ સામે ત્રણ વિકેટે હાર્યું હતું. જેમાં હારનો સામનો કરનાર RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને પંજાબના કેપ્ટન સેમ કુરાન બંનેને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આટલું જ નહીં, KKR સામે મળેલી હારથી RCB ટીમ પર હવે પ્લેઓફમાં ક્વોલિફાઈ થવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે, જ્યારે ગુજરાત સામે મળેલી હારે પંજાબની ટીમ માટે IPL 2024ની સિઝનના પ્લેઓફમાં જવાનો રસ્તો મુશ્કેલ બનાવી દીધો છે.
ADVERTISEMENT
ફાફ ડુ પ્લેસિસની મુશ્કેલી શા માટે વધી?
KKR સામે એક રનથી હારનો સામનો કરનાર ફાફ ડુ પ્લેસિસની વાત કરીએ તો કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ધીમી ઓવર રેટના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો છે. RCBની ટીમે નિર્ધારિત સમય મર્યાદામાં તેની 20 ઓવર પૂરી કરી ન હતી. આ સિઝનમાં ટીમને અત્યાર સુધીનો પહેલી વખત દંડ ફટકારવામાં આવ્યો છે. ફાફ ડુપ્લેસીસ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે જો આગામી 6 મેચોમાં RCBની ટીમ ફરી એ જ ભૂલ કરે છે તો કેપ્ટનની સાથે સાથે આખી ટીમને દંડ ભરવો પડી શકે છે.
IPL પ્લેઓફમાંથી બહાર થઈ RCB? હવે વિરાટ કોહલીની ટીમને બચાવી શકશે આ એક ચમત્કાર
સેમ કુરનને શેની સજા કરવામાં આવી હતી?
IPLની પ્રેસ રિલીઝ અનુસાર, RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને 12 લાખ રૂપિયા અને પંજાબના કેપ્ટન સેમ કુરાન પર તેની મેચ ફીના 50 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેમ કુરન વિશે વાત કરીએ તો, તે અમ્પાયરના નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરવા જેવું વર્તન કરવા બદલ લેવલ-1નો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે. IPL કોડ ઓફ કંડક્ટની કલમ 2.8 હેઠળ, જે કોઈ અમ્પાયરના નિર્ણય સાથે અસંમત હોય તેને મેચ ફીના 50 ટકા દંડ કરવામાં આવે છે. સેમ કુરેને પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો.
ADVERTISEMENT