IPL વચ્ચે પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો, હિટ એન્ડ રનમાં સ્વજનનું મોત

Suresh Raina Brother Death in Hit And Run: હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં કોમેન્ટ્રી કરી રહેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

Suresh Raina

Suresh Raina

follow google news

Suresh Raina Brother Death in Hit And Run: હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં કોમેન્ટ્રી કરી રહેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વાસ્તવમાં, રૈનાના પિતરાઈ ભાઈનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. રૈનાના પિતરાઈને ટક્કર માર્યા બાદ ટેક્સી ડ્રાઈવર ભાગી ગયો હતો અને બાદમાં તેની અટકાયત કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના કાંગડામાં આ મામલો સામે આવ્યો છે.

ટેક્સી ડ્રાઈવર ટુ-વ્હીલરને ટક્કર મારીને ફરાર

એસ.પી કાંગડા શાલિની અગ્રિહોત્રીએ કહ્યું કે, પ્રારંભિક માહિતી મળી છે કે આ પોલીસ સ્ટેશન ગગલ હેઠળ હિટ એન્ડ રનનો મામલો છે. જ્યાં બે યુવકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળતાં પોલીસે ફરાર ટેક્સી ડ્રાઈવરનો પીછો કરીને મંડીમાંથી તેની અટકાયત કરી હતી.

સુરેશ રૈનાના પિતરાઈ ભાઈનું મોત

એસપી કાંગડાએ જણાવ્યું કે, મંગળવારે રાત્રે (30 એપ્રિલ) રાત્રે લગભગ 11.30 વાગ્યે, ગગલમાં હિમાચલ ટિમ્બર પાસે, એક અજાણ્યા વાહન ચાલકે સ્કૂટર નંબર HP-40E-8564ને ઝડપી ગતિએ ટક્કર મારી અને સ્થળ પરથી ભાગી ગયો. આ અકસ્માતમાં સ્કુટી ચાલક સૌરભ કુમાર નિવાસી ગગલ અને શુભમ નિવાસી કુથમાનનું મોત થયું હતું. સૌરભ સુરેશ રૈનાનો પિતરાઈ ભાઈ છે.

સીસીટીવીના આધારે ડ્રાઈવરની ધરપકડ

આરોપી ટેક્સી ડ્રાઈવર સૌરભ અને શુભમને ટક્કર મારીને ભાગી ગયો હતો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારબાદ આરોપી ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સીસીટીવીના આધારે ડ્રાઈવરનો પીછો કરવામાં આવ્યો હતો.

જે બાદ તેની મંડીમાંથી અટકાયત કરી લેવામાં આવી હતી અને બાદમાં તેને કાંગડા પરત લાવવામાં આવ્યો હતો. હવે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

    follow whatsapp