ENGvsAUS Ashes: એજબેસ્ટન ટેસ્ટ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણીની બીજી લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. પરંતુ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી ધ જેન્ટલમેન ગેમ ક્રિકેટમાં ફરી અપશબ્દોનો ઉપયોગ જોવા મળ્યો હતો. આ ઘટનાથી ક્રિકેટને શરર્મસાર થવું પડ્યું હતું, તેથી લોર્ડ્સના મેદાનની મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના ત્રણ સભ્યોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, MCCએ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથેના દુર્વ્યવહાર અને અથડામણ માટે ઓસ્ટ્રેલિયાની માફી પણ માંગી અને વચન આપ્યું કે ભવિષ્યમાં આવું કંઈ નહીં થાય.
ADVERTISEMENT
જોની બેયરસ્ટોની વિકેટ સાથે જ હંગામો શરૂ થયો હતો
વાસ્તવમાં આ ઝઘડાની શરૂઆત તે સમયે થઈ, જ્યારે ઈંગ્લેન્ડનો બેટ્સમેન જોની બેરસ્ટો 371 રનનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરીના હાથે રનઆઉટ થયો હતો. ઇનિંગ્સની 52મી ઓવરમાં, બેયરસ્ટોએ કેમેરોન ગ્રીનનો એક શોર્ટ પિચ બોલ જવા દીધો. આ પછી વિકેટકીપર એલેક્સ કેરીએ ચતુરાઈ બતાવી અને બેયરસ્ટો ક્રિઝની બહાર આવતાની સાથે જ થ્રો કરીને રન આઉટ કરી નાખ્યો. આના પર મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો અને તેણે બેયરસ્ટોને આઉટ આપી દીધો. ઈંગ્લેન્ડના પ્રશંસકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા અને ઓસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ નારા લગાવવા લાગ્યા.
લોન્ગ રૂમમાં બોલાચાલી થઈ
જ્યારથી બેયરસ્ટોની વિકેટ લીધી ત્યારથી ઈંગ્લેન્ડના તમામ ચાહકો ઓસ્ટ્રેલિયન ટીમથી ખૂબ નારાજ હતા. લોર્ડ્સ ક્લબ MCC ના સભ્યો પણ ગુસ્સે થઈ ગયા. પ્રથમ સત્રની સમાપ્તિ પછી એટલે કે લંચની જાહેરાત પછી, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ લોર્ડ્સના ઐતિહાસિક લોન્ગ રૂમમાંથી બહાર નીકળી રહી હતી. આ દરમિયાન MCCના કેટલાક ક્લબ મેમ્બર્સે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ગાળો અને અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે ખ્વાજાએ MCCના સભ્યને જવાબ આપ્યો ત્યારે બંને વચ્ચે ઘર્ષણ થયું અને બાદમાં સિક્યોરિટી ગાર્ડે આવીને બંનેને અલગ કર્યા.
MCCએ માફી માંગી
ઓસ્ટ્રેલિયા સાથેના આ પ્રકારના ખરાબ વર્તન માટે MCCએ તેની માફી માંગી છે. જ્યારે ખ્વાજાએ મેચ જીત્યા બાદ કહ્યું કે, ઘણા સભ્યોએ દુર્વ્યવહાર કર્યો અને ગંદા શબ્દોનો ઉપયોગ કર્યો. આ તદ્દન અપમાનજનક છે. આ ઘટનાની તાત્કાલિક તપાસ કરતા MCCએ હવે ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. જેમને તપાસ ચાલુ ન થાય ત્યાં સુધી લોર્ડ્સમાં આવવા દેવામાં આવશે નહીં, આ સાથે MCCએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દિલથી માફી માંગી છે.
ADVERTISEMENT