દિવાળીમાં ભારતીય ટીમની ધમાલ, નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું, હવે ન્યૂઝીલેન્ડનો વારો

નવી દિલ્હી : દિવાળીના દિવસે ભારતે નેધલેન્ડનું દેવાળું ફૂંક્યું છે. વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોએ તરખાટ મચાવ્યો હતો. બેંગ્લુરૂમાં નેધરલેન્ડ સામેની વર્લ્ડકપ…

India win Netherland

India win Netherland

follow google news

નવી દિલ્હી : દિવાળીના દિવસે ભારતે નેધલેન્ડનું દેવાળું ફૂંક્યું છે. વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોએ તરખાટ મચાવ્યો હતો. બેંગ્લુરૂમાં નેધરલેન્ડ સામેની વર્લ્ડકપ ગ્રુપની છેલ્લી મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓના હેરતઅંગેજ રમત જોવા મળી હતી. વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમના પાંચ ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી. અય્યર-રાહુલની વિસ્ફોટક સદીથી ભારતે નેધરલેન્ડને 411 રનનો હાઇ ટાર્ગેટ આપ્યો હતો. અય્યરના 128 અને રાહુલના 102 રન તેમજ રોહિત અને કોહલી અને ગિલની ફિફ્ટીના કારણે ભારતે નેધરલેન્ડને 411 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

IND vs NED લાઈવ સ્કોર: ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું

ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું છે. ડચ ટીમને 411 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આખી ટીમ 47.5 ઓવરમાં 250 રન પર જ સિમિત રહી ગઈ હતી. નેધરલેન્ડના છેલ્લા બેટ્સમેનને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આઉટ કર્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા હતા.

અય્યર અને રાહુલે સદી ફટકારી

ભારત તરફથી શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. ભારતના 410 રનના જવાબમાં નેધરલેન્ડની ટીમ 47.5 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નેધરલેન્ડ માટે તેજા નિદામાનુરુએ 39 બોલમાં સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. બારાત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્માને 1-1 સફળતા મળી છે.

    follow whatsapp