Duleep Trophy 2024 Squads Announced : છેલ્લા કેટલાક દિવસોથી દુલીપ ટ્રોફીને લઈને સતત ચર્ચા ચાલી રહી હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ટૂર્નામેન્ટમાં રમશે કે કેમ તેના પર તમામની નજર ટકેલી હતી. જોકે, આ બંને ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં નહીં રમે. BCCI દ્વારા બુધવારે તમામ ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. શુભમન ગિલને ટીમ Aની કમાન સોંપવામાં આવી છે જ્યારે શ્રેયસ અય્યર ટીમ Dની કમાન સંભાળશે.
ADVERTISEMENT
દુલીપ ટ્રોફી માટે પસંદ થયેલી ટીમ
ટીમ A: શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, કુલદીપ યાદવ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ખલીલ અહેમદ, અવેશ ખાન, વિદ્વાથ કવરપ્પા, કુમાર કુશાગ્ર , શાશ્વત રાવત.
ટીમ B: અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ઋષભ પંત, મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી*, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચાહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન (વિકેટકીપર).
ટીમ C: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, બી ઈન્દરજીત, ઋત્વિક શૌકીન, માનવ સુથાર, ઉમરાન મલિક, વિશાક વિજયકુમાર, અંશુલ ખંબોજ, હિમાંશુ ચૌહાણ, મયંક મારકંડે, આર્યન જુયાલ (વિકેટકીપર), સંદીપ વોરિયર.
ટીમ D: શ્રેયસ અય્યર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડિક્કલ, ઈશાન કિશન (વિકેટકીપર), રિકી ભુઈ, સારાંશ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેનગુપ્તા, કેએસ ભગત (વિકેટકીપર), સૌરભ કુમાર.
ADVERTISEMENT