IPL 2023: લખનઉ-મુંબઈની મેચ પહેલા મોટી ઘટના, અર્જુન તેંડુલકરને હાથમાં કૂતરું કરડી ગયું

નવી દિલ્હી: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે આ વર્ષે તેનું IPL (IPL 2023) ડેબ્યૂ કર્યું હતું. અર્જુને મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાની પ્રથમ મેચ કોલકાતા નાઈટ…

gujarattak
follow google news

નવી દિલ્હી: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે આ વર્ષે તેનું IPL (IPL 2023) ડેબ્યૂ કર્યું હતું. અર્જુને મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમી હતી. 4 મેચમાં ત્રણ વિકેટ લીધા બાદ અર્જુનને પ્લેઈંગ ઈલેવનમાં તક નથી મળી રહી. મુંબઈએ હવે તેની આગામી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવાની છે. પ્લેઓફમાં સ્થાન મેળવવાની દૃષ્ટિએ મુંબઈ માટે આ મેચ મહત્વપૂર્ણ છે.

અર્જુનને કૂતરું કરડ્યું
મુંબઈ ઈન્ડિયન્સની લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલા અર્જુન તેંડુલકર વિશે એક મોટો ખુલાસો થયો છે. અર્જુનને રખડતું શ્વાન કરડ્યું છે. લખનઉ સુપર જાયન્ટ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આમાં અર્જુન, યુધવીર સિંહ ચરક અને મોહસીન ખાનને મળી રહ્યો છે, જેઓ લખનૌ તરફથી રમતા મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડીઓ છે. જેમાં અર્જુને જણાવ્યું કે, તેને એક કૂતરું કરડ્યું છે.

કૂતરાએ તેના બોલિંગ હાથની આંગળીઓ પાસે બાઈટ કરી છે. જો ઘા ઊંડો થયો હોત તો તેની કારકિર્દી બરબાદ થઈ શકી હોત. કારણ કે પછી તેના માટે બોલિંગ કરવું સરળ નહીં હોય. જોકે ઘા વધારે નથી કારણ કે તેણે નેટ્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે.

બંને ટીમોને જીતની જરૂર છે
ટૂર્નામેન્ટના છેલ્લા તબક્કામાં ફોર્મમાં પરત ફરેલી મુંબઈ ઈન્ડિયન્સ જ્યારે લખનૌ સુપરજાયન્ટ્સ સામે ટકરાશે ત્યારે પ્લેઓફ માટેનો તેમનો દાવો વધુ મજબૂત કરવાનો લક્ષ્યાંક રાખશે. રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ 14 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા નંબર પર છે. લખનૌને પણ કોઈ પણ ભોગે જીતની જરૂર છે. લખનૌ 12 મેચમાં 13 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આ મેચમાં જે પણ ટીમ જીતશે તેનો પ્લેઓફમાં જવાનો દાવો મજબૂત થશે. ગયા વર્ષે IPLમાં ડેબ્યૂ કરનાર લખનૌ સામે મુંબઈ અત્યાર સુધી રમાયેલી બંને મેચ હારી ચૂક્યું છે.

    follow whatsapp