IND vs NZ World Cup 2023: વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનો અંદાજ અલગ રહ્યો છે, જે રીતે આખી ટીમ એકસાથે રમી રહી છે. લાગે છે કે આ વખતે આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ ચોક્કસ ખતમ થઈ જશે. ધર્મશાલામાં વર્લ્ડકપની પાંચમી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. 20 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ ICC ટૂર્નામેન્ટમાં કીવી ટીમને હરાવ્યું છે.
ADVERTISEMENT
ભારતીય ટીમની મેચમાં 4 વિકેટે જીત
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 273 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ 274 રનના ટાર્ગેટનો પીછો કરતા 48 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. આ જીત સાથે જ ભારતના વર્લ્ડ કપમાં 10 પોઈન્ટ થઈ ગયા છે અને તે ટેબલમાં ટોપ પર આવી ગયું છે.
કોહલી-રોહિતનો મેદાન પરનો વીડિયો વાઈરલ
હવે ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં વિરાટ કોહલી અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા વાત કરતા જોવા મળી રહ્યા છે. ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન બંને વચ્ચે કોઈ વાતને લઈને ચર્ચા થઈ હતી.
મેદાન પર બંને વચ્ચે ચર્ચા થઈ
તે વીડિયો જોઈને લાગે છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો છે. કોહલી તેને કંઈક કરવા માટે કહી રહ્યો છે અને રોહિત તેની સાથે સહમત નથી. જોકે વાસ્તવમાં એવું નથી. વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે જે થયું તે એક હેલ્થી ચર્ચા હતી, જે દરેક ટીમ માટે જરૂરી છે.
બંને ટીમના સિનિયર ખેલાડી છે અને વિરાટ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા વર્ષોથી કેપ્ટન છે. આવી પરિસ્થિતિઓમાં ઘણી વખત રોહિત વિરાટ પાસે આવે છે અને તેની પાસેથી સલાહ લે છે. ક્યારેક કોહલી પોતે રોહિત પાસે જાય છે અને કંઈક વાત કરે છે. તો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં બંને કંઈક ચર્ચા કરતા જોવા મળે છે. જોકે આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર બંને વચ્ચે બોલાચાલી થતી હોવાની વાતો થઈ રહી છે.
ADVERTISEMENT