DHONI ચેન્નાઇ સુપર કિંગ્સ માટે નહી રમે! દિગ્ગજ ખેલાડીનો મોટો દાવો

IPL 2024 MS Dhoni : ચેન્નાઇ સુપર કિંગ્સને IPL 2024 માં મોટો ઝટકો લાગી શકે છે. કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની ઘૂંટણની સર્જરીના કારણે ગત્ત સિઝનને તેની અંતિમ સિઝન માનવામાં આવી રહી હતી.

Will MS Dhoni Retire

ધોની નિવૃતિ જાહેર કરે તો તેની પાછળનું કારણ આ હશે

follow google news
  • એમ.એસ ધોની IPL 2024 માં ચાહકોને આપી શકે છે ઝટકો
  • રોબિન ઉથપ્પાએ કહ્યું કે, રિટાયર્ડ થાય તો પણ બેટિંગ નહી કીપિંગ હશે મુખ્ય કારણ
  • ઘૂંટણની ઇજાના કારણે ગોઠણમાં સતત દુખાવો અને સોજો રહેતો હોવાના કારણે સમસ્યા

IPL 2024 MS Dhoni : ચેન્નાઇ સુપર કિંગ્સને IPL 2024 માં મોટો ઝટકો લાગી શકે છે. કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની ઘૂંટણની સર્જરીના કારણે ગત્ત સિઝનને તેની અંતિમ સિઝન માનવામાં આવી રહી હતી. જો કે આ ખેલાડીએ ફાઇનલ જીત્યા બાદ આવતી સિઝન રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે આ સિઝન અંગે અનેક અટકળો લગાવાઇ રહી છે. 

ઘૂંટણની ઇજાના કારણે વિકેટકીપિંગ કરવું ખુબ જ મુશ્કેલ

જો કે આ અંગે ઘટસ્ફોટ કરતા રોબિન ઉથપ્પાએ જણાવ્યું કે, ધોની જો કદાચ સંન્યાસ લે તો પણ તેનું કારણ બેટિંગ નહી પરંતુ વિકેટકીપિંગ હશે. રોબિને જણાવ્યું કે, ધોનીને ઘૂંટણમાં દુખાવો રહેતો હોવાના કારણે વિકેટ કીપિંગમાં મુશ્કેલી પડે છે. જો કે ચેન્નાઇ કોઇ પણ સ્થિતિમાં ધોનીને ગુમાવવા માંગતું નથી. ધોની કદાચ વ્હીલચેર પર હશે તો પણ ચેન્નાઇ તેને રમાડશે. વ્હીલચેર પરથી ઉતરો, બેટિંગ કરો અને પરત ફરો.મારા મત અનુસાર ધોનીને બેટિંગમાં કોઇ તકલીફ હોય તેવું નથી લાગી રહ્યું. ધોની માટે હાલ વિકેટ કીપિંગ સૌથી મોટો પડકાર છે. તેમને ઘૂંટણમાં સોજો રહે છે. જો કે તેઓ કીપિંગને પહેલો પ્રેમ માને છો. ધોનીને જો લાગશે કે તેઓ ટિમ માટે યોગદાન નથી આપી રહ્યા તો તેઓ આગળ વધી જશે. 

કુબલેએ કહ્યું કે, ધોની ટીમ માટે ખુબ જ જરૂરી

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ એક વાતચીતમાં કુંબલેએ જણાવ્યું કે, ધોની ખુબ જ સારા ખેલાડી છે. હું એમએસની સાથે આઇપીએલમાં ક્યારેય નથી રમ્યો. જ્યારે ભારતીય ટીમે મારી સાથે હતો ત્યારે તે પહેલી વ્યક્તિ હતો. મને લાગે છે કે, ટીમમાં સૌથી મજબુત ખેલાડી હતો. તે મને ખુબ જ સરળતાથી ઉઠાવી લેતો હતો. 

    follow whatsapp