Delhi Capitals IPL 2024: રિષભ પંતની (Rishabh Pant) કેપ્ટનશીપ હેઠળની દિલ્હી કેપિટલ્સને બુધવાર, 3 એપ્રિલની રાત્રે બેવડો ફટકો પડ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં DCને 106 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે BCCIએ તેના પર લાખો રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ વખતે BCCIએ આ દંડ માત્ર કેપ્ટન પર જ નહીં પરંતુ સમગ્ર ટીમ પર લગાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ ટીમ KKR સામે ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ છે. IPL 2024માં દિલ્હીની ટીમ દ્વારા બીજી વખત આ ભૂલ થઈ છે, જેના કારણે કેપ્ટન સહિત સમગ્ર ટીમ પર આ દંડ લગાવવામાં આવ્યો છે. આ સાથે રિષભ પંત પર એક મેચના પ્રતિબંધનો ખતરો પણ તોળાઈ રહ્યો છે.
ADVERTISEMENT
IPL પ્રેસ રિલીઝ મુજબ, "દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 3 એપ્રિલે વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવા રાખ્યા બાદ દંડ કરવામાં આવ્યો છે."
આ પણ વાંચો: IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે ખુશીના સમાચાર, T20 નો નંબર-1 બેટ્સમેન કરશે વાપસી
રિષભ પંતને થયો 24 લાખનો દંડ
રિષભ પંતને રૂ. 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે ઇમ્પેક્ટ પ્લેયર (અભિષેક પોરેલ) સહિત DC ઇલેવનના અન્ય સભ્યોને રૂ. 6 લાખ અથવા તેમની મેચ ફીના 25%, બેમાંથી જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો.
ટીમના ખેલાડીઓને પણ લાખોનો દંડ
અખબારી યાદીમાં આગળ કહેવાયું છે કે, "આઇપીએલની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાને લગતો આ તેમની ટીમનો સીઝનનો બીજો ગુનો હોવાથી, પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બાકીના પ્લેઇંગ ઇલેવન, જેમાં અસરગ્રસ્ત ખેલાડીઓનો સમાવેશ થાય છે. સભ્યોને વ્યક્તિગત રીતે રૂ. 6 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે."
આ પણ વાંચો: IPL 2024 વચ્ચે CSK ને લાગ્યો મોટો ઝટકો, બહાર થયો આ ઘાતક ખેલાડી
પંત પર લાગી શકે 1 મેચનો પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે, જો દિલ્હી કેપિટલ્સ ટીમ આ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો કેપ્ટન પર એક મેચ માટે પ્રતિબંધ પણ લાગી શકે છે. હા, IPLના નિયમો અનુસાર, જો ટીમ ત્રીજી વખત આ ભૂલ કરે છે, તો કેપ્ટન પર 30 લાખ રૂપિયાના દંડ સાથે એક મેચ માટે પ્રતિબંધિત લગાવાય છે, આ સાથે ટીમના બાકીના ખેલાડીઓ (સહિત ઈમ્પેક્ટ પ્લેયર)ને 12-12 લાખ રૂપિયાની પેનલ્ટી અથવા તેમની મેચ ફીના 50% (જે ઓછું હોય તે) દંડ કરવામાં આવે છે.
ADVERTISEMENT