મુંબઈ: IPL 2023 ની સફળ સિઝન પછી, CSK ખેલાડીઓ એક પછી એક લગ્ન કરી રહ્યા છે. હાલમાં જ રુતુરાજ ગાયકવાડે લગ્ન કર્યા છે અને હવે ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબે તેની પત્ની અંજુમ સાથે તેમના લગ્નના ફંક્શનમાં પહોંચ્યો હતો. દેશપાંડેના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
ADVERTISEMENT
12 જૂને તુષાર દેશપાંડે લગ્નના બંધનમાં બંધાયો
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPL 2023માં સૌથી વધુ વિકેટ લેનારા ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ 12 જૂને તેની ગર્લફ્રેન્ડ અને બાળપણની મિત્ર નભા ગદ્દડમવાર સાથે લગ્ન કર્યા. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ સાત ફેરા લીધા છે. અગાઉ, તેની સગાઈનો ફોટો શેર કરતા, ખેલાડીએ પોતે કહ્યું હતું કે, નભા ગદ્દમવાર તેનો સ્કૂલ ક્રશ હતો અને હવે તે તેની ફિઆન્સે બની ગઈ છે. IPL દરમિયાન, નભા સ્ટેડિયમમાં તુષારને સપોર્ટ કરતી જોવા મળી હતી. આ બંનેનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંનેએ હાથમાં બોલ પકડ્યો છે અને તેના પર વીંટી મૂકેલી છે. ચાહકોને આ ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે.
CSK માટે સૌથી વધુ વિકેટ લીધી હતી
જણાવી દઈએ કે તુષાર દેશપાંડે IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 16 મેચમાં 26.86ની એવરેજથી 21 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 9.92ની ઈકોનોમી સાથે રન ખર્ચ્યા હતા. ચેન્નાઈએ તુષારને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો. પરંતુ, તેણે ટીમ માટે કરોડોનું પ્રદર્શન કરીને બતાવ્યું.
2020માં IPL ડેબ્યૂ કર્યું હતું
તેની એકંદર આઈપીએલ કારકિર્દીની વાત કરીએ તો, તુષાર અત્યાર સુધીમાં 23 મેચ રમ્યો છે, જેમાં તેણે 32.76ની એવરેજથી 25 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 10.13ની ઈકોનોમી સાથે રન ખર્ચ્યા છે. તુષારે 2020માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું.
ADVERTISEMENT