Tushar Deshpande Marriage: ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી તુષાર દેશપાંડે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તુષારે નાભા ગદમવારને પોતાની જીવન સાથી બનાવી છે. CSKના ખેલાડી તુષારે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે તેના લગ્નની માહિતી શેર કરી છે. તેણે તેની પત્ની નાભા સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તુષારના લગ્નમાં નજીકના સંબંધીઓની સાથે કેટલાક મિત્રોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
લગ્નની તસવીરો શેર કરીને કરી જાણ
તુષાર દેશપાંડેએ શુક્રવારે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે તેના લગ્નના સમાચાર શેર કર્યા હતા. ફોટોની સાથે બોલરે લખ્યું- ‘નવી શરૂઆત માટે, અમે અમારા દિલની આપ-લે કરી છે. જય બજરંગ બલી.’ ફોટોગ્રાફરને પણ ટેગ કરીને તેણે લખ્યું, ‘અમારા જીવનની આ ખાસ ક્ષણોને ખૂબ સુંદર રીતે કેપ્ચર કરવા બદલ તમારો આભાર.’
CSKના ખેલાડીઓ લગ્નમાં હાજર રહ્યા
તેણે લગ્નની તારીખ પણ જણાવી કે તેમણે 21 ડિસેમ્બર 2023ના રોજ લગ્ન કર્યા છે. તેમના લગ્ન થાણે જિલ્લાના કલ્યાણમાં થયા હતા. આ ખાસ પ્રસંગે તેમના પરિવાર સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે ટ્રોફી જીત્યા બાદ તુષાર દેશપાંડેની સગાઈ થઈ ગઈ હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો તેની પાર્ટનર નાભા ગદમવાર તુષાર દેશપાંડેનો સ્કૂલ ક્રશ રહી ચૂકી છે અને હવે બંને પોતાનું આખું જીવન સાથે વિતાવવાના છે. આ સમારોહમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સાથી ખેલાડીઓ શિવમ દુબે, ધવવ કુલકર્ણી, ભાવેન ઠક્કર, પ્રશાંત સોલંકી પણ સામેલ થયા હતા.
કોણ છે તુષારની પત્ની નાભા?
તુષાર દેશપાંડેની સગાઈ પછી જ સમાચાર સામે આવ્યા હતા કે નાભા ગદમવાર અને તેઓ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. નાભા વિશે વાત કરીએ તો, તે એક ઉત્તમ કલાકાર અને ફેશન ડિઝાઇનર પણ છે. તેનું ‘પેઈન્ટેડ પેલેટ’ નામનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, જેના પર તે પોતાના હાથે બનાવેલી ઘણી પેઇન્ટિંગ્સ શેર કરતી રહે છે, જે ખરેખર ખૂબ જ સુંદર છે.
ADVERTISEMENT