Rinku Singh: યુવા ભારતીય બેટ્સમેન રિંકુ સિંહ તાજેતરના વર્ષોમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મહત્ત્વનો ખેલાડી રહ્યો છે. KKR સાથેના તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે, તેણે આખરે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું, જ્યાં રિંકુએ પોતાને સાબિત કર્યો. ટીમ ઈન્ડિયા અને KKR માટે સારું પ્રદર્શન કરવા છતાં રિંકુ સિંહની IPL સેલરી ઘણીવાર ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને જ્યારે ટીમે સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. જો કે, રિંકુએ હવે પ્રથમ વખત તેના IPL પગાર અંગે મૌન તોડ્યું છે અને કહ્યું છે કે, આ રકમથી તેને કોઈ ફરક નથી પડતો.
ADVERTISEMENT
રિંકુ સિંહને લાગે છે કે એવા બેકગ્રાઉન્ડમાંથી આવ્યા બાદ રૂ. 55 લાખ (તેનો KKR પગાર) પણ મોટી રકમ છે, તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે આટલી કમાણી કરી શકશે. તે તેના જીવન અને ભગવાન તરફથી જે મળ્યું છે તેનાથી સંતુષ્ટ છે અને લાલચ નથી રાખતો.
મને જેટલા પૈસા મળ્યા છે તે પૂરતા છેઃ રિંકુ
રિંકુને એક ઈન્ટરવ્યુમાં સવાલ પૂછાયો હતો કે મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયા મળે છે અને તમને માત્ર 55 લાખ? તેના પર ક્રિકેટરે કહ્યું કે, મારા માટે 50-55 લાખ રૂપિયા પૂરતા છે. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે હું આટલું બધું કમાઈ શકીશ. તે સમયે, જ્યારે હું નાનો હતો, ત્યારે મને લાગતું હતું કે મને 5-10 રૂપિયા મળે તો પણ હું આ કામ કરી શકીશ. હવે 55 લાખ રૂપિયા મળી જાય તે પૂરતું છે, ભગવાન જે આપે છે તેનાથી ખુશ રહેવું જોઈએ. આ મારી વિચારસરણી છે. મને બિલકુલ નથી લાગતું કે મને આટલા પૈસા મળવા જોઈએ. 55 લાખ રૂપિયાથી પણ હું ખૂબ ખુશ છું. જ્યારે આવું ન થયું ત્યારે અમને સમજાયું કે પૈસાની કિંમત કેટલી છે.
વર્લ્ડકપમાં પસંદગી ન થવા પર શું કહ્યું?
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ ટીમને લઈને મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ રોહિત શર્મા રિંકુ સિંહને મળ્યો હતો. રિંકુએ આખરે ખુલાસો કર્યો છે કે તેને ટીમમાંથી બહાર કર્યા બાદ ભારતીય કેપ્ટને તેને શું કહ્યું હતું. KKR સ્ટારે સ્વીકાર્યું કે પસંદગી ન થવાથી તે થોડો નિરાશ હતો પરંતુ હવે તે શાંત છે અને માને છે કે જે વસ્તુ તમારા હાથમાં ન હોય તેના વિશે વધારે વિચારવું જોઈએ નહીં. રિંકુએ કહ્યું, "હા, સારા પ્રદર્શન છતાં કોઈની પસંદગી ન થાય તો કોઈને થોડું દુઃખ થાય છે. જો કે, આ વખતે ટીમ કોમ્બિનેશનને કારણે પસંદગી થઈ શકી નથી.
ADVERTISEMENT