Ravindra Jadeja News: ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હાલ ક્રિકેટથી દૂર પોતાના ફાર્મ હાઉસ પર હળવાશની પળો માણી રહ્યો છે. સામાન્ય રીતે ઘોડેસવારી કરતા જોવા મળતા રવિન્દ્ર જાડેજા અચાનક નવા અંદાજથી ફેંન્સને ચોંકાવ્યા છે. સોશિયલ મીડિયા પર જાડેજાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે બળદગાડું ચલાવતા જોવા મળે છે. જાડેજાનો આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
ADVERTISEMENT
ફાર્મ હાઉસ પર જાડેજાએ માણી આરામની પળો
સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ રમીને હાલમાં જ ભારત પરત ફરેલા રવિન્દ્ર જાડેજાને અફઘાનિસ્તાન સામેની ટી-20 સીરિઝ માટે ટીમમાં પસંદ કરાયો નથી. હાલ રવિન્દ્ર જાડેજા જામનગરમાં છે. અહીં તેણે આરામની પળો માણતા બળદગાડું ચલાવવાની મજા માણી હતી. જેનો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને કેપ્શન લખ્યું હતું, વિન્ટેજ રાઈડ.
બળદગાડા પર ‘વિન્ટેજ રાઈડ’
રવિન્દ્ર જાડેજાનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 9.50 લાખથી પણ વધુ વ્યૂ મળી ચૂક્યા છે. સામાન્ય રીતે ફાર્મ હાઉસ પર ઘોડે સવારી કરતા જોવા મળતા બાપુને બળદગાડામાં જોઈને ફેન્સ પણ ચોંક્યા હતા. એક ફેને કમેન્ટ કરી હતી કે, આ ધોનીની સંગતની અસર છે. તો અન્ય ફેને લખ્યું ક્રિકેટર જડ્ડુ નહીં, ખેડૂ જડ્ડુ બાપુ.
ADVERTISEMENT