Ravi Shastri Love Story: ક્રિકેટ અને બોલિવૂડ વચ્ચે ઘણો જૂનો સંબંધ રહ્યો છે. ઘણા ક્રિકેટ ખેલાડીઓએ બોલિવૂડ અભિનેત્રીઓને પોતાની લાઈફ પાર્ટનર બનાવી છે. કેટલાકે ધર્મની બેડીઓ તોડી નાખી તો કેટલાકે પોતાનો પ્રેમ મેળવવા માટે પોતાની જાતને બદલી નાખી. આવી જ કંઈક કહાની ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીની છે. તેમણે પણ બોલિવૂડ સ્ટાર અમૃતા સિંહને પોતાની લાઈફ પાર્ટનર બનાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ એક શરતે તેમનો સંબંધ તૂટી ગયો.
ADVERTISEMENT
કેવી હતી પહેલી મુલાકાત?
રવિ શાસ્ત્રીનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થયો છે. ઈન્ટરવ્યુમાં તેમણે તેમની અને અમૃતા સિંહની લવ સ્ટોરી વિશે વાત કરી છે. તેમણે એવું પણ જણાવ્યું કે તેમની પહેલી મુલાકાત કેવી હતી. ઈન્ટરવ્યુમાં રવિ શાસ્ત્રી હસતા-હસતા કહે છે, 'જ્યારે હું મારી ગર્લફ્રેન્ડને પહેલીવાર મળ્યો. તેનું નામ અમૃતા છે. જોઈ હશે ફિલ્મોમાં, તે જ અમૃતા સિંહ. જ્યારે તેને પહેલીવાર મળ્યો. બોમ્બેમાં એક રેસ્ટોરન્ટમાં મળ્યો. પહેલી 10 મિનિટમાં મેં તેને એક પણ શબ્દ ન કહ્યો. હું છોકરીઓથી ઘણો શરમાતો હતો. પરંતુ એવી ખબર નહોતી કે એક દિવસ એવો આવશે કે મને ચાન્સ જ નહીં મળે. તે 10 મિનિટમાં હું એક શબ્દ પણ નહોંતો બોલ્યો. માત્ર તે જ બોલતી રહી. હું ખૂબ જ શરમાળ છું.'
સેફ અલી ખાન સાથે થયા લગ્ન
રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહની વચ્ચે અફેરની ચર્ચા ઘણી થઈ હતી. રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહની તસવીર એક ફેમસ મેગેઝીનના કવર પેજ પર પણ જોવા મળી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં શારજાહમાં અમૃતા સિંહ જોવા મળી હતી. પરંતુ શરતના કારણે બંને અલગ થઈ ગયા. અમૃતા સિંહના લગ્ન બોલિવૂડના સ્ટાર એક્ટર સેફ અલી ખાન સાથે થયા. જોકે, બાદમાં સેફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.
શું હતી શરત?
મીડિયા રિપોર્ટ અનુસાર, અમૃતા સિંહ પર રવિ શાસ્ત્રી દિલ હારી બેઠા હતા. તેમને તે ખૂબ જ પસંદ હતી. પરંતુ લગ્ન સુધી વાત પહોંચ્યા પછી તેમણે અમૃતા સિંહની સામે એક શરત મૂકી હતી. પૂર્વ કોચે અમૃતા સિંહને કહ્યું હતું કે તે લગ્ન પછી મોડલિંગ અને ફિલ્મો છોડી દેશે. અમૃતાને આ શરત યોગ્ય ન લાગી અને બંને પછી અલગ થઈ ગયા.
ADVERTISEMENT