175 રન... 21 ચોગ્ગા અને 7 છગ્ગા, દારૂના નશામાં દિગ્ગજ ક્રિકેટરે બનાવી નાખ્યો સૌથી મોટો રેકોર્ડ

હર્શેલ ગિબ્સે 12 માર્ચ 2006ના રોજ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં દારૂના પ્રભાવ હેઠળ ઈતિહાસ રચ્યો હતો. આફ્રિકાની ટીમે ODI ઈતિહાસના સૌથી મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવાનો રેકોર્ડ નોંધાવ્યો, જેણે ક્રિકેટ ચાહકોને દંગ કરી દીધા.

હર્શેલ ગિબ્સ

herschelle gibbs

follow google news

Cricket Controversy : હર્શલ ગિબ્સ તેના કરિયર દરમિયાન ઘણા મોટા વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યા છે. 2001માં હર્શેલ ગિબ્સ એન્ટિગુઆમાં જોલી બીચ રિસોર્ટના એક રૂમમાં ગાંજો પીતા પકડાયો હતો. દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન હર્શેલ ગિબ્સના નામે ઘણા મોટા રેકોર્ડ છે. ગિબ્સ એ જ બેટ્સમેન છે, જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમે ODI ઇતિહાસમાં સૌથી મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.

હર્શેલ ગિબ્સ ગાંજો પીતા પકડાયો હતો

વર્ષ 2001માં શોન પોલોકની કપ્તાની હેઠળ, દક્ષિણ આફ્રિકાની ટીમ ટેસ્ટ અને વનડે શ્રેણી રમવા માટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગઈ હતી. 11 મેની રાત્રે હર્શેલ ગિબ્સ એન્ટિગુઆમાં ગાંજાના ધૂમ્રપાન કરતા પકડાયા હતા. હર્શેલ ગિબ્સની સાથે તેના સાથી ખેલાડીઓ રોજર ટેલિમાચુસ, પોલ એડમ્સ, જસ્ટિન કેમ્પ અને આન્દ્રે નેલ પણ હતા. આટલું જ નહીં, ખેલાડીઓની સાથે દક્ષિણ આફ્રિકાની ટીમના કોચિંગ સભ્યો પણ સામેલ હતા.

સ્મિથ પણ આ મેળાવડાનો એક ભાગ હતો

દક્ષિણ આફ્રિકાની ટીમના તત્કાલીન ફિઝિયો ક્રેગ સ્મિથ પણ આ મેહફિલનો એક ભાગ હતા. આ પછી ક્રિકેટ સાઉથ આફ્રિકાએ હર્શેલ ગિબ્સ સહિત ટીમના તમામ સભ્યો સામે કડક કાર્યવાહી કરી અને 10 હજાર દક્ષિણ આફ્રિકન રેન્ડનો દંડ ફટકાર્યો. હર્ષલ ગિબ્સ પણ ફિક્સિંગની જાળમાં ફસાઈ ગયો હતો. વર્ષ 2000માં હર્ષલ ગિબ્સને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

દારૂના નશામાં 175 રન બનાવ્યા હતા

હર્શેલ ગિબ્સે 12 માર્ચ 2006ના રોજ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં દારૂના પ્રભાવ હેઠળ ઈતિહાસ રચ્યો હતો. આફ્રિકાની ટીમે ODI ઈતિહાસના સૌથી મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવાનો રેકોર્ડ નોંધાવ્યો, જેણે ક્રિકેટ ચાહકોને દંગ કરી દીધા. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 434 રન બનાવ્યા હતા, જે તે સમયે સર્વોચ્ચ સ્કોર હતો. પછી કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આટલા મોટા સ્કોર પછી પણ કોઈ ટીમ હારી શકે છે.

દારૂના નશામાં તોફાની ઇનિંગ્સ રમી હતી

દક્ષિણ આફ્રિકાની આ જીતનો હીરો હર્શેલ ગિબ્સ હતો. જેણે 111 બોલમાં 175 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હર્ષલ ગિબ્સે પોતાની ઇનિંગમાં 21 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. એવું કહેવાય છે કે તે મેચ દરમિયાન તે દારૂના નશામાં હતો અને તેણે નશાની હાલતમાં તે ઇનિંગ્સ રમી હતી. ગિબ્સે પોતે જ ખુલાસો કર્યો છે કે તે દારૂના નશામાં હતો. ગિબ્સે તેની આત્મકથા 'ટુ ધ પોઈન્ટઃ ધ નો-હોલ્ડ્સ-બારર્ડ'માં જણાવ્યું છે કે તે મેચની આગલી રાત્રે તેણે ઘણો દારૂ પીધો હતો અને મેચના દિવસે તે હંગઓવર હતો.

આ પણ વાંચો: 'ભારતને હરાવવા માટે શ્રીલંકાને મદદ કરી રહ્યા છે ભારતીય દિગ્ગજ', ચોંકાવનારો ખુલાસો

6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઈક હસીએ પણ પોતાના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું, 'સૂતા પહેલા, મેં મારા હોટલના રૂમમાંથી બહાર જોયું અને જોયું કે ગિબ્સ ત્યાં જ છે. જ્યારે ગિબ્સ સવારે નાસ્તો કરવા આવ્યો ત્યારે પણ તે નશામાં ધૂત દેખાતો હતો. હર્ષલ ગિબ્સની કારકિર્દી 15 વર્ષ સુધી ચાલી. હર્શલ ગિબ્સ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ODI ક્રિકેટની એક ઓવરમાં સતત 6 સિક્સર ફટકારી છે.

    follow whatsapp