David Warner Permanent Retirement : ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર જ્યોર્જ બેલીએ પુષ્ટિ કરી છે કે ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કાયમી નિવૃત્તિ લઈ લીધી છે. એ જ કારણ છે કે આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેના નામ પર વિચાર કરવામાં આવશે નહીં. વોર્નરે ગયા વર્ષે જ પુષ્ટિ કરી હતી કે T20 વર્લ્ડ કપ 2024 તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે, કારણ કે તેણે જાન્યુઆરી 2024 માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તેની છેલ્લી ODI આંતરરાષ્ટ્રીય મેચ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ હતી. જો કે, તેણે ઘણી વખત કહ્યું હતું કે જો બોર્ડ ઇચ્છે તો તે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે તૈયાર છે, પરંતુ હવે મુખ્ય પસંદગીકાર તેના કરતા આગળ નીકળી ગયા છે.
ADVERTISEMENT
તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી ગયા મહિને T20 વર્લ્ડ કપ 2024માં પોતાના અને ટીમના નિરાશાજનક પ્રદર્શન સાથે સમાપ્ત થઈ ગઈ હતી અને હવે થોડા દિવસો પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, "હું થોડો સમય ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમતો રહીશ અને જો ટીમમાં મારી પસંદગી કરવામાં આવે છે તો હું ઓસ્ટ્રેલિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે તૈયાર છું." જો કે, ઓસ્ટ્રેલિયાના નેશનલ સિલેક્ટર અને ભૂતપૂર્વ ક્રિકેટર જ્યોર્જ બેલીએ પુષ્ટિ કરી છે કે વોર્નર ઓસ્ટ્રેલિયા મેનેજમેન્ટની યોજનામાં નથી કારણ કે અમે ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી ચૂક્યા છીએ.
જ્યોર્જ બેઈલીને કહ્યું કે, "અમારી સમજ એ છે કે ડેવિડ નિવૃત્ત થઈ ગયો છે અને ત્રણેય ફોર્મેટમાં તેની અવિશ્વસનીય કારકિર્દી માટે તેની પ્રશંસા થવી જોઈએ. સ્વાભાવિક રીતે, અમારો પ્લાન એ છે કે તે પાકિસ્તાનમાં નહીં હોય. તમે ક્યારે નહીં જાણી શકો કે તેઓ ક્યારે મજાક કરે છે. તેની સારી કારકિર્દી રહી છે, જેમ જેમ સમય જશે તેણે ઓસ્ટ્રેલિયા માટે જે કંઈ કર્યું છે અને તેનો વારસો યાદ કરવામાં આવશે."
ચીફ સિલેક્ટરે વધુમાં કહ્યું કે, "જ્યાં સુધી આ ટીમની વાત છે અને કેટલાક અલગ-અલગ ખેલાડીઓ સાથે પરિવર્તનની યાત્રા છે, તે ત્રણેય ફોર્મેટમાં રોમાંચક રહેશે." ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનાર મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ટીમની પસંદગી કરી છે, જેમાં કેટલાક નવા અને યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડેવિડ વોર્નરનો ઉત્તરાધિકારી કહેવાતા જેક ફ્રેઝર મેકગર્કને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
ADVERTISEMENT