IPL 2023 : 33 મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 49 રનથી હરાવી દીધું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચેન્નાઇએ 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 235 રન બનાવ્યા હતા. આંજિક્ય રહાણેએ 29 બોલમાં 71 રનની અણનમ રમત રમી હતી. આ ઉપરાંત શિવમ દુબેએ 21 બોલમાં 50 રન અને ડેવોન કોનવેએ 40 બોલમાં 56 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 186 રન બનાવી શકી. જેસન રોયે સૌથી વધારે 26 બોલમાં 61 રન બનાવ્યા હતા. જ્યારેરિંકુ સિંહે 33 બોલમાં 53 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
ચેન્નાઇની આ સીઝન સતત ત્રીજી મેચ જીતી હતી.આ સાથે જ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ હવે ટોપ પર પહોંચી ચુકી છે. તેની સાત મેચમાં પાંચ જીત અને બે હારની સાથે 10 પોઇન્ટ છે. બીજી તરફ કોલકાતાની ટીમની સામ મેચોમાં બે જીત અને પાંચ હારની સાથે ચાર પોઇન્ટ છે. ટીમ પોઇન્ટ ટેબલના આઠમા સ્થાન પર છે. ચેન્નાઇએ પહેલા બેટિંક કરતા 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. આ સીઝનની સૌથી મોટું ટોટલ રહ્યું. તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે કેકેઆરની વિરુદ્ધ ઇડન ગાર્ડનમાં જ 228 રન બનાવ્યા હતા.
આ ચેન્નાઇની આઇપીએલમાં ત્રીજો સૌથી મોટો સ્કોર છે. આ અગાઉ ચેન્નાઇએ 2010 માં રાજસ્થાનની વિરુદ્ધ 246 રન અને 2008માં પંજાબની વિરુદ્ધ 240 રન બનાવ્યા હતા. આઇપીએલમાં હાઇએસ્ટ ટોટલનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સબેંગ્લોરનું નામ છે. તેણે 2013 માં બેગ્લુરૂમાં પુણે વોરિયર્સની વિરુદ્ધ 263 રન બનાવ્યા હતા.
ચેન્નાઇની લડાયક ઇનિંગ
પહેલા બેટિંગ કરતા ચેન્નાઇની શરૂઆત સામાન્ય રહી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ પહેલી વિકેટે 73 રન બનાવ્યા હતા. સુયશ શર્માએ ઋતુરાજને ક્લિન બોલ્ડ કર્યો. તે 20 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 35 રન બનાવી શક્યો હતો. ત્યાર બાદ વરૂણ ચક્રવર્તીએ કોનવેને આઉટ કર્યો. આઉટ થતા પહેલા તેણે આ સિઝનમાં સતત ચોથી અને આઇપીએલ કારકિર્દીનું સાતમું અર્ધશતક લગાવ્યું હતું. કોનવે 40 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 56 રન બનાવીને આઉટ કર્યો હતો.
ADVERTISEMENT