Virat Kohli Fan Breaches IPL Security: IPL 2024 સીઝનમાં, સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જ્યારે બેંગલુરુમાં રમાનારી આ મેચ દરમિયાન વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે IPLની સુરક્ષા તોડીને એક ફેન સ્ટેન્ડ ઓળંગીને સીધો અંદર મેદાનમાં ઘુસી ગયો હતો. એટલું જ નહીં, આ ફેન બાઉન્ડ્રી લાઇન પરથી દોડ્યો અને પિચ પર ઉભેલા વિરાટ કોહલીને ગળે લાગવા દોડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને હવે IPLની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.
ADVERTISEMENT
ફેને કોહલીના પગ પકડી લીધા
વાસ્તવમાં, જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે લાઈવ મેચ દરમિયાન અચાનક એક ફેન મેદાનમાં ઘુસી ગયો અને સીધો કોહલી પાસે ગયો અને તેના પગે પડ્યો. આ ફેનને પકડવા પાછળથી એક સિક્યોરિટી કર્મચારી આવ્યો પરંતુ આ ફેન કોહલીના પગને વળગીને રહ્યો. આ પછી પાછળથી બીજો સિક્યોરિટી ગાર્ડ આવ્યો અને પછી ફેનને પકડીને મેદાનની બહાર લઈ ગયા. આ રીતે, ફેનના અચાનક પિચ પર પહોંચવાથી IPLની સુરક્ષામાં ચૂકના પ્રશ્ન ઊભો થયો છે, જેના પર BCCIએ કડક કાર્યવાહી કરવી પડશે.
આ વર્ષની શરૂઆતમાં પણ કોહલી સાથે આવું બન્યું હતું
જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ઈન્ટરનેશનલ કે IPL મેચમાં ફેન્સ સ્ટેન્ડની બાઉન્ડ્રી ઓળંગીને મેદાનમાં પ્રવેશ્યા હોય. આ પહેલા જ્યારે કોહલી ભારતમાં રમાનારી અફઘાનિસ્તાન સામે ટી-20 સિરીઝ દરમિયાન ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે પણ એક ફેન કોહલીને ગળે લાગવા દોડ્યો હતો. આવી ઘટનાઓને રોકવા માટે હવે કડક સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ.
RCBએ નોંધાવી સીઝનની પ્રથમ જીત
મેચની વાત કરીએ તો શિખર ધવનની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સે પહેલા રમતા 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. જેમાં પંજાબ તરફથી શિખર ધવને 37 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. જવાબમાં વિરાટ કોહલીએ 49 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. આરસીબી માટે અંતે દિનેશ કાર્તિકે 10 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 28 રન બનાવ્યા હતા જ્યારે મહિપાલ લોમરોડે 8 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 17 રનની અણનમ ઈનિંગ રમીને RCBને 4 વિકેટે તેની પ્રથમ જીત અપાવી હતી.
ADVERTISEMENT