Cricket News: મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ક્રિકેટ રમતા 11 વર્ષના બાળકનું મોત થઈ ગયું છે. વાસ્તવમાં, પુણેના લોહગાંવમાં ક્રિકેટ રમતી વખતે બાળકના પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગી ગયો જેના કારણે તેનું મોત થઈ ગયું.
ADVERTISEMENT
પ્રેક્ટિસ કરતા બાળકે જીવ ગુમાવ્યો
બાળકના મોત બાદ ત્યાં ખળભળાટ મચી ગયો છે. મૃતક છોકરાની ઓળખ શૌર્ય ઉર્ફે શંભુ કાલિદાસ ખાંડવે તરીકે થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ગુરુવારે બની હતી. રિપોર્ટ અનુસાર, શૌર્ય અન્ય મિત્રો સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.
બોલ સીધો પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો
મળતી માહિતી મુજબ, શૌર્ય બોલિંગ કરી રહ્યો હતો અને એક બાળક બેટિંગ કરી રહ્યો હતો. શૌર્યએ બોલ ફેંકતાની સાથે જ બેટ્સમેને બોલ સીધો શૌર્યની દિશામાં માર્યો જે તેના પ્રાઈવેટ પાર્ટને જોરથી વાગ્યો. થોડી વારમાં શૌર્ય જમીન પર પડી ગયો.
તેને પડતા જોઈ અન્ય ખેલાડીઓ અને તેના મિત્રો તેની તરફ દોડ્યા. પહેલા તો મિત્રોને કંઈ ખબર ન પડી એટલે તેઓએ ક્રિકેટ રમતા અન્ય છોકરાઓને બોલાવીને શૌર્યને જોવા કહ્યું.
હોસ્પિટલ પહોંચતા જ બાળકનું મોત
શૌર્યને ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું અને શૌર્ય ઉર્ફે શંભુનું મોત થયું હતું. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT