Neeraj Chopra News Update: એશિયન ગેમ્સમાં બીજી વખત નીરજ ચોપડાએ ગોલ્ડ જીતીને ફરી એકવાર ઇતિહાસ રચી દીધો છે. બુધવારે યોજાયેલી જેવલીન થ્રો (ભાલાફેંક) ઇવેન્ટમાં ફરી એકવાર ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે જ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
ADVERTISEMENT
ભાલાફેંકની ઇવેન્ટમાં એક તબક્કે કિશોર જૈના છવાઇ ગયો હતો
ભાલાફેંકની ફાઇનલમાં એક તબક્કે લાગી રહ્યું હતું કે, કિશોર જૈના છવાઇ જશે જો કે થોડાવાર બાદ નીરજ આગળ ગયો હતો. 88.88 મીટર દૂર ભાલો ફેંકીને તેણે ગોલ્ડ જીતી લીધો હતો. આ સાથે જ તેણે ઇતિહાસ રચી દીધો હતો.
ગોલ્ડ નિરજે અને સિલ્વર કિશોર જૈનાએ કબ્જે કર્યો
એશિયન ગેમ્સના 11 મા દિવસે ભારતને મેડલ મળવાનું શરૂ થયું હતું. નીરજ ચોપડા સાથે કિશોર કુમાર જૈનાએ પણ સિલ્વર જીત્યો હતો. કિશોર કુમારે 87.54 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. નીરચ ચોપડાએ 2018 એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યોહ તો. તે વખતે ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી ઇવેન્ટમાં 88.06 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સતત બીજી વખત તેણે ભાલાફેંકમાં મેડલ પ્રાપ્ત કર્યો છે.
એશિયન ગેમ્સ ચીનના હાંગઝોઉમાં રમાઇ રહી છે
હાલમાં એશિયન ગેમ્સ ચીનના હાંગઝોઉમાં રમાઇ રહી છે. આ શરૂ થયાનો 11 મો દિવસ છે. એશિયન ગેમ્સના 11 માંદિવસે ભારતના કુલ 80 મેડલ થયા છે. જો કે સૌથી મહત્વની બાબત છે કે, ભારતે ગોલ્ડ તો જીત્યો જ છે સાથે સાથે સિલ્વર પણ પ્રાપ્ત કર્યો છે. આ પ્રકારે પહેલો અને બીજો બંન્ને (ગોલ્ડ અને સિલ્વર) ભારતે પ્રાપ્ત કર્યા છે.
ADVERTISEMENT