T20 World Cup પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો, ટીમમાંથી આ ઓલરાઉન્ડર થયો બહાર

Ben Stokes Out of ICC Men’s T20 World Cup Selection: ઈંગ્લેન્ડ ટીમનો ઓલરાઉન્ડર Ben Stokes ICC T20 વર્લ્ડ કપ 2024 માટે પસંદગીમાંથી બહાર થઈ ગયો છે. સ્ટોક્સે પોતે આ વાતની પુષ્ટિ કરી છે.

T20 World Cup

સ્ટાર ઓલરાઉન્ડરે રમવાની ના પાડી

follow google news

Ben Stokes Out of ICC Men’s T20 World Cup Selection: ઈંગ્લેન્ડ ટીમનો ઓલરાઉન્ડર Ben Stokes ICC T20 વર્લ્ડ કપ 2024 માટે પસંદગીમાંથી બહાર થઈ ગયો છે. સ્ટોક્સે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સનો આ નિર્ણય ઘણો ચોંકાવનારો છે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં 1 જૂનથી 29 જૂન સુધી T20 વર્લ્ડનું આયોજન કરવામાં આવશે.

આ માટે સ્ટોક્સ T20 વર્લ્ડ કપ નહીં રમે

Ben Stokes કહ્યું કે, તેમનું પ્રાથમિક ધ્યાન ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ પર રહેશે અને તેના માટે સંપૂર્ણ રીતે ફિટ રહેવું જરૂરી છે, જેમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે અનુક્રમે બે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનો સમાવેશ થાય છે. સ્ટોક્સ ભવિષ્યમાં પણ તમામ પ્રકારના ક્રિકેટ ફોર્મેટ માટે ફિટ રહેવા માંગે છે. સ્ટોક્સે જણાવ્યું કે,'હું સખત મહેનત કરી રહ્યો છું અને ક્રિકેટના તમામ ફોર્મેટમાં ઓલરાઉન્ડર તરીકે મારી સંપૂર્ણ ભૂમિકા ભજવવા માટે મારી બોલિંગ ફિટનેસને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. હું IPL નથી રમી રહ્યો, વર્લ્ડ કપમાંથી બહાર રહેવું મારા માટે બલિદાન છે, આનાથી હું ભવિષ્યમાં ઓલરાઉન્ડર ખેલાડી તરીકે રમી શકીશ.

બેન સ્ટોક્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

 
102 ટેસ્ટ મેચ, 6316 રન, 198 વિકેટ
114 ODI મેચ, 3463 રન, 74 વિકેટ
43 T20I મેચ, 585 રન, 26 વિકેટ
 

    follow whatsapp