Hardik pandya Vijay Hazare Trophy: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ 2024માં ધમાલ મચાવ્યા બાદ હવે શ્રીલંકામાં રમતા જોવા મળશે. છેલ્લા કેટલાક મહિનાઓ હાર્દિક પંડ્યા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. IPL 2024માં હાર્દિક પંડ્યાને ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ પંડ્યાએ વર્લ્ડ કપમાં શાનદાર કમબેક કર્યું. વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થઈ ગયા. આ બધાની વચ્ચે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાર્દિક પંડ્યા માટે નવો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ હાર્દિક પંડ્યાની ફિટનેસ અને વનડે ફોર્મેટમાં તેમની બોલિંગને ચકાસવા માટે આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શું છે BCCIનો નવો આદેશ?
હાર્દિક પંડ્યા ટી20 ક્રિકેટમાં વધારે રમતા જોવા મળ્યા છે. હાર્દિક પંડ્યાને વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણીવાર ઈજા થઈ હતી. છેલ્લે હાર્દિક પંડ્યા વનડે વર્લ્ડ કપ 2023માં રમ્યા હતા. આ ટુર્નામેન્ટમાં પણ હાર્દિક પંડ્યા માત્ર 4 મેચ રમી શક્યા હતા. જે બાદ ઈજાના કારણે હાર્દિક પંડ્યા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. આવી સ્થિતિમાં હવે BCCIએ હાર્દિક પંડ્યાને વિજય હજારે ટ્રોફી રમવાની સલાહ આપી છે.
સિલેક્ટર્સ કરશે પંડ્યાની તપાસ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, BCCIના એક અધિકારીએ જણાવ્યું કે ઈજાગ્રસ્ત થયા બાદથી હાર્દિક પંડ્યાને લાંબા બોલિંગ સ્પેલ માટે અજમાવવામાં આવ્યા નથી. T20 ક્રિકેટમાં માત્ર 4 ઓવર જ નાખી શકાય છે. આવી સ્થિતિમાં હવે વિજય હજારે ટ્રોફીમાં સિલેક્ટર્સ હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસની તપાસ કરશે.
હાર્દિક પંડ્યાની ઈજા ચિંતાનો વિષય
હાર્દિક પંડ્યાની ઈજા ટીમ ઈન્ડિયા માટે એક અલગ જ મુશ્કેલી ઊભી કરે છે. જેના કારણે શ્રીલંકા સાથેની ટી-20 સિરીઝ માટે પણ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યા નથી. ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને હવે પંડ્યાએ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાને સાબિત કરવા પડશે. તેમની ફિટનેસ અને વિજય હજારે ટ્રોફીમાં તેમનું પ્રદર્શન વનડે ટીમમાં પંડ્યાનું સ્થાન નક્કી કરશે.
ADVERTISEMENT