અમદાવાદ : ક્રિકેટ રસીકો માટે વર્લ્ડ કપ એ મોટો તહેવાર કહેવાય છે. પ્રથમ મેચ શરૂ થાય તેની થોડી જ મિનિટો પહેલા BCCI દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. BCCI સચિવ જય શાહે જણાવ્યું કે, સંપુર્ણ વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ફ્રી કરવામાં આવી છે. આ પાણીની બોટલ સંપુર્ણ મફત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમમાં લોકોની સૌથી મોટી ફરિયાદ પીવાના પાણી બાબતે હતી. કારણ કે સ્ટેડિયમમાં પાણીની બોટલ લઇ જવા પર પ્રતિબંધ હતો અને સ્ટેડિયમમાં પાણીની બોટલની કિંમત વેપારીઓ મનફાવે તે રીતે વસુલતા હતા. કેટલાક કિસ્સામાં પાણીની બોટલ 100 રૂપિયામાં પણ મળતી હતી.
ADVERTISEMENT
જય શાહે ટ્વીટ કરીને ફ્રી પાણી અંગે જાહેરાત કરી
આ અંગે જય શાહે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, ખુબ જ ગર્વની લાગણી અનુભવું છું કે, અમે સમગ્ર ભારતમાં સ્ટેડિયમમાં મેચ જોવા જતા દર્શકો માટે ફ્રીમાં મિનરલ વોટર ઉપલબ્ધ કરાવવા જઇ રહ્યા છીએ. પાણી પિતા રહો અને ગેમ એન્જોય કરતા રહો. આવો સાથે મળીને વર્લ્ડ કપને અવીસ્મરણીય બનાવીએ.
🏏 Exciting times ahead as we anticipate the first ball of @ICC @cricketworldcup 2023 ! 🌟
— Jay Shah (@JayShah) October 5, 2023
I am proud to announce that we're providing FREE mineral and packaged drinking water for spectators at stadiums across India. Stay hydrated and enjoy the games!
🏟️ Let's create… pic.twitter.com/rAuIfV5fCR
પહેલી મેચ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે છે
આજથી વર્લ્ડ કપ 2023 ની શરૂઆત થઇ ચુકી છે. પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહી છે. જ્યારે ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે હશે. ભારતમાં યોજાઇ રહેલો આ વર્લ્ડ કપ 46 દિવસ સુધી ચાલશે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. ભારતના અલગ અલગ સ્ટેડિયમમાં કુલ 48 મેચો રમાશે.
ADVERTISEMENT