ઇસ્લામાબાદ : Inzamam-ul-Haq Resigned: ભારતમાં રમાઇ રહેલી વન-ડે વર્લ્ડ કપ 2023 વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCB ના ચીફ ઝકા અશરફને મોકલી આપ્યું છે. 53 વર્ષીય ઇન્ઝમામ ઉલ હકને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં PCB ના મુખ્ય પસંદગીકાર બનાવાયા હતા.
ADVERTISEMENT
પીસીબીએ પાંચ સભ્યોની કમિટી બનાવી
PCB એ 5 સભ્યોની ફેક્ટર-ફાઇન્ડિંગ કમિટીની રચના કરી હતી. જે ટીમ પસંદગીની પ્રક્રિયા મામલે થતી ફરિયાદો બાબતે તપાસ કરતી હતી. આ કમિટી તેના રિપોર્ટ અને જરૂરી માહિતી પીસીબી મેનેજમેન્ટને સોંપતી હતી.
2016-1019 દરમિયાન ચીફ સિલેક્ટરની પસંદગી કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ઝમામ 2016 થી 2019 સુધી ટીમ ચીફ પસંદગીકાર તરીકેનો પદ સંભાળી ચુક્યા છે. ખાસ બાબત છે કે, તેમના ચીફ સિલેક્ટરના સમયગાળા દરમિયાન 2017 ભારતને હરાવી આઇસીસી ચેમ્પિયન ટ્રોફી પણ પાકિસ્તાનની ટીમ જીતી હતી.
બાબર આઝમની કેપ્ટન્સી સામે ઉભા થયા સવાલ
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાની ટીમ આ વર્લ્ડ કપમાં ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાની ટીમ અફઘાનિસ્તાનની ટીમ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સૌથી મહત્વની બાબત છે કે, પાકિસ્તાની ટીમ અત્યાર સુધી 6 જેટલી મેચ વર્લ્ડકપમાં રમી હતી. જેમાં માત્ર 2 માં જ જીતી શકી છે. હજુ પણ ત્રમ મેચ બાકી છે. જો કે પાકિસ્તાની ટીમ સેમી ફાઇનલ સુધી પણ પહોંચે તેવી શક્યતા ખુબ ઓછી છે.
ADVERTISEMENT