VIDEO : માત્ર 12 બોલમાં ફટકાર્યા 61 રન, ક્રિકેટ ઈતિહાસની સૌથી રોમાંચક મેચ

ક્રિકેટ એ માત્ર આંકડાઓ કે જીત-હારની રમત નથી પરંતુ તે રોમાંચની રમત છે. કહેવાય છે કે છેલ્લા બોલ સુધી બાજી પલટાઈ શકે છે. દુનિયાના ક્રિકેટના ઇતિહાસમાં સૌથી રોમાંચક જીત પૈકીની એક યુરોપિયન ક્રિકેટ મેચ હતી.

ઓસ્ટ્રિયા રેકોર્ડ

Austria record

follow google news

Austria Vs Romania Historic chase win: ક્રિકેટ એ માત્ર આંકડાઓ કે જીત-હારની રમત નથી પરંતુ તે રોમાંચની રમત છે. કહેવાય છે કે છેલ્લા બોલ સુધી બાજી પલટાઈ શકે છે. દુનિયાના ક્રિકેટના ઇતિહાસમાં સૌથી રોમાંચક જીત પૈકીની એક યુરોપિયન ક્રિકેટ મેચ હતી. આ મેચમાં ઓસ્ટ્રિયાએ છેલ્લી બે ઓવરમાં 61 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં આવી ઈનિંગ્સ ભાગ્યે જ જોવા મળશે.

યુરોપિયન ક્રિકેટ રમત પ્રેમીઓ માટે યાદગાર બની

યુરોપિયન ક્રિકેટ મેચ ક્રિકેટ પ્રેમીઓ અને તેના વિશ્લેષકો માટે રોમાંચનું કેન્દ્ર બન્યું છે. યુરોપિયન ક્રિકેટમાં ઓસ્ટ્રિયા અને રોમાનિયા વચ્ચેની મેચમાં ઓસ્ટ્રિયાએ છેલ્લી ઓવરમાં શાનદાર ચેઝ કરીને જીત મેળવી હતી. છેલ્લી બે ઓવરમાં ઓસ્ટ્રિયાએ 61 રન બનાવીને સૌને ચોંકાવી દીધા હતા.

મળતી માહિતી મુજબ, ઓસ્ટ્રિયા અને રોમાનિયા વચ્ચે રમાયેલી દસ ઓવરની ક્રિકેટ મેચમાં રોમાનિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રોમાનિયાએ 10 ઓવરમાં 167 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત : T-20માં સૂર્યકુમાર અને વન-ડેમાં  રોહિત કેપ્ટન

ઓસ્ટ્રિયાના બેટ્સમેનોએ છેલ્લી બે ઓવરમાં કરી કમાલ

ટાર્ગેટનો પીછો કરતી વખતે ઓસ્ટ્રિયાના બેટ્સમેનોએ શરૂઆતમાં ખાસ બેટિંગ કરી ન હતી. ઓસ્ટ્રિયાના બેટ્સમેનોએ ત્રણ વિકેટ ગુમાવીને 8 ઓવરમાં માત્ર 107 રન બનાવ્યા હતા. માત્ર બે ઓવર બાકી હતી અને જીતવા માટે 61 રનની જરૂર હતી ત્યારે દર્શકો અને અન્ય લોકો નિરાશ થયા હતા. ઓસ્ટ્રિયાના બેટ્સમેનો કંઈ કરી શકશે એવી કોઈને અપેક્ષા નહોતી. પરંતુ છેલ્લી બે ઓવરમાં જે બન્યું તે ઈતિહાસમાં નોંધાયેલું છે. ઓસ્ટ્રિયાના બેટ્સમેનોએ 12 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ ચેઝમાં માત્ર છગ્ગા અને ચોગ્ગા જ ન હતા, પરંતુ રન બનતા જોઈને બોલરોએ પણ પોતાની લાઇન-લેન્થ ગુમાવી દીધી હતી અને ઘણા વાઈડ અને નો બોલ ફેંક્યા હતા.

આ પણ વાંચોઃ 1 બોલમાં 13 રન..., યશસ્વી જાયસવાલે રચ્યો ઇતિહાસ, જુઓ કેવી રીતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    follow whatsapp