India Wins Gold : ભારતને એશિયન ગેમ્સ 2023 નું ત્રીજુ સોનું પ્રાપ્ત થયું હતું. ઇન્ડિયાની ઘોડેસવાર ટીમે શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ પોતાને નામે ચડાવ્યું હતું.
ADVERTISEMENT
India Wins Gold Asian Games 2023
એશિયન ગેમ્સ 2023 ના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદારન પ્રદર્શન યથાવત્ત રહ્યું હતું. ભારતે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની ઘોડેસવારી ટીમે 41 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ભારતીય ઘોડેસવાર સુદીપ્તિ હજેલા, દીવ્યકીર્તિ સિંહ,, અનુશ અગવરાલ અને હૃદય છેડાએ શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઘોડેસવારીના ઇતિહાસમાં પહેલીવાર ગોલ્ડ
ભારતમાં ઘોડેસવારીના 40 વર્ષના ઇતિહાસમાં એશિયન ગેમ્સમાં પહેલીવાર ગોલ્ડ જીત્યો છે. ભારતની ઘોડેસવારી અનુશ, સુદીપ્તિ, દિવ્યકીર્તિ અને હૃદયે ડ્રેસેઝ ઇવેન્ટની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું. ટીમે 209.205 પોઇન્ટ પ્રાપ્ત કર્યા. દીવ્યકીર્તિને 68.176 અને અનુશને 71.088 પોઇન્ટ્સ મળ્યા હતા. ભારતીય ટીમ ચીન સામે 4.5 પોઇન્ટ્સ આગળ રહી હતી.
ભારતે સતત ત્રીજા દિવસે ગોલ્ડ મેળવ્યો હતો
ભારતને ત્રીજા દિવસે ત્રિજો ગોલ્ડ મેડલ મળ્યો. આ અગાઉ મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની મહિલા ટીમે ફાઇનલ મેચમાં શ્રીલંકાને 19 રનથી હરાવ્યું હતું. આ અગાઉ ભારતે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ટીમ ઇન્ડિયા પાસે કુલ 14 મેડલ્સ થઇ ચુક્યા છે. ભારત પાસે 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ હતા. ટીમ ઇન્ડિયાને સેલિંગમાં મંગળવારે 2 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.
ચીનની ટીમ બીજા નંબર પર રહી હતી
ઉલ્લેખનીય છે કે, ઘોડેસવારી ડ્રેસીઝ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો. બીજી તરફ ચીનની ટીમ બીજા નંબર પર રહી હતી. ચીનને કુલ 204.882 પોઇન્ટ્સ મળ્યા હતા. હોંગકોંગને 204.852 પોઇન્ટ્સ મળ્યા. આ ટીમ ત્રીજા નંબર પર રહી. આ પ્રકારે ચીન તાઇપેની ટીમ ચોથા અને UAE ની ટીમ પાંચમા સ્થાન પર રહી. ભારતને પોતાના હજી અનેક ખેલાડીઓ પાસે આશા છે. મહિલા ક્રિકેટ બાદ પુરૂષ ક્રિકેટમાં પણ ગોલ્ડ મળવાની આશા છે.
ADVERTISEMENT