Asia Cup 2023: સંપૂર્ણ ફિટ ના હોવા છતા ટીમ ઈંડિયામાં સિલેક્શન, KL રાહુલ પર આટલી મહેરબાની કેમ?

KL Rahul Injury Asia Cup 2023: એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આમાં સ્ટાર ઓપનર કેએલ રાહુલ (KL Rahul)ને પણ તક…

gujarattak
follow google news

KL Rahul Injury Asia Cup 2023: એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આમાં સ્ટાર ઓપનર કેએલ રાહુલ (KL Rahul)ને પણ તક આપવામાં આવી છે. પરંતુ આમાં આશ્ચર્યની વાત એ છે કે રાહુલે તાજેતરમાં જાંઘની સર્જરી કરાવી હતી. આ પછી હવે તે સીધો એશિયા કપ (Asia Cup 2023) માં રમતા જોવા મળશે.

સંજુ જેવા ફિટ પ્લેયરને છોડી BCCIને રાહુલ પર પ્રેમનું કારણ?

BCCIએ ઈજા બાદ કોઈ મેચ રમ્યા વગર રાહુલને ટીમમાં સામેલ કર્યો હતો. પસંદગી સમિતિએ રાહુલનો વિકેટ કીપર બેટ્સમેન તરીકે સમાવેશ કર્યો છે. પરંતુ અહીં બીજી મોટી વાત એ છે કે રાહુલ સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. તેને થોડી સમસ્યા છે. પરંતુ તેમ છતાં BCCIએ રાહુલને ટીમમાં પસંદ કર્યો છે. હવે ચાહકોના મનમાં એક પ્રશ્ન થશે કે સંજુ સેમસન જેવા ફિટ વિકેટકીપરને નજરઅંદાજ કરીને રાહુલ પર કેમ ધ્યાન આપવામાં આવ્યું? BCCI રાહુલ પ્રત્યે આટલી દયા કેમ બતાવી રહ્યું છે? આ સવાલોના જવાબો એ રીતે સમજી શકાય છે કે BCCI અને ટીમ મેનેજમેન્ટ છેલ્લા કેટલાક સમયથી રાહુલમાં ભાવિ કેપ્ટનની શોધમાં છે. અત્યાર સુધી ઘણા દિગ્ગજોએ રાહુલની ટેકનિકની પ્રશંસા કરી છે. રાહુલને પણ અનેક પ્રસંગોએ સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું.

અમદાવાદ બાદ વડોદરામાં MD ડ્રગ સાથે 2 શખ્સો ઝડપાયા, રોકડ પણ મળી

રાહુલનું ડેબ્યુ ત્રણેય ફોર્મેટમાં આ રીતે રહ્યું હતું

– રાહુલે ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે પ્રથમ 6 ટેસ્ટ મેચમાં 3 સદી ફટકારી હતી.
– ત્યારબાદ રાહુલે 11 જૂન 2016ના રોજ ઝિમ્બાબ્વે સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાની પહેલી જ મેચમાં રાહુલે અણનમ 100 રનની સદી ફટકારી હતી.
– T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની સાથે રાહુલે ચોથી મેચમાં જ સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે 110 રનની અણનમ ઈનિંગ રમાઈ હતી.

    follow whatsapp