નવી દિલ્હી : Asia Cup 2023 નું પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર આયોજન થવાનું છે. આ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ રોજર બિન્ની અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પાકિસ્તાનની મુલાકાતે જશે. રોજર બિન્ની અને રાજીવ શુક્લા એશિયા કપ દરમિયાન 4 સપ્ટેમ્બરના રોજ લાહોરમાં આયોજીત થનારી મેચનો હિસ્સો બનશે. આ પહેલા ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ અંગેના સંબંધોમાં સુધારની પહેલ તરીકે પણ જોવામાં આવી શકે છે. એશિયા કપનું આયોજન 30 ઓગસ્ટથી આયોજીત થનારી ટૂર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાનમાં રમાશે.
ADVERTISEMENT
ભારતે સુરક્ષા કારણોનો હવાલો ટાંકીને પાકિસ્તાન ટીમ મોકલવાનો ઇન્કાર કર્યો હતો
આ વખતે એશિયા કપની મેજબાનીનો અધિકાર પાકિસ્તાન પાસે હતો. જો કે ભારતે સુરક્ષા કારણોનો હવાલો ટાંકીને પાકિસ્તાનમાં ટીમ મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો ઘણા વિવાદ બાદ પાકિસ્તાન સાથે શ્રીલંકામાં પણ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પાકિસ્તાનમાં એશિયા કપના 5 અને શ્રીલંકામાં 9 મેચ રમાવાની છે. ભારતીય ટીમ પોતાની મેચ શ્રીલંકામાં જ રમશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ પણ પાકિસ્તાનમાં પણ રમાશે.
BCCI અધ્યક્ષ પાકિસ્તાન જવાનો શું છે મોટો સંકેત?
ભારત અને પાકિસ્તાન તંગ સંબંધોની અસર ક્રિકેટ પર પણ જોવા મળ્યું છે. 2006 બાદથી ભારતે પાકિસ્તાન મુલાકાત માટે ટીમ નથી મોકલી. 2012 બાદથી પાકિસ્તાન ટીમ પણ ભારત નથી આવી. 2012 બાદથી બંન્ને ટીમો માત્ર આઇસીસી ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ સામસામે હોય છે. જો કે હવે બીસીસીઆઇ અધ્યક્ષ રોજર બિન્નીનો પાકિસ્તાન જવું ખુબ જ મોટો સંકેત છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના સંબંધો સુધારાની નવી પહેલ
BCCI ની આ પહેલને ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ સંબંધોમાં સુધારા તરીકે જોવામાં આવી શકાય છે. પાકિસ્તાનમાં 2025 માં ICC ચેમ્પિયન્સનું આયોજન થવાનું છે. બીસીસીઆઇની આ પ્રકારની પહેલ બાદ માનવામાં આવી શકે છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટનો હિસ્સો બનવા માટે પાકિસ્તાન જશે. ભારતમાં થનારા વર્લ્ડ કપનો હિસ્સો બનવો માટે પણ પાકિસ્તાને આ માંગ મુકી હતી કે ઇન્ડિયાને ચેમ્પિયન ટ્રોફી રમવા આવવું પડશે. જો કે આ અંગે હજી વધારે કંઇ પણ વધારે માહિતી આપવામાં આવી નથી. જો બધુ જ યોગ્ય રહ્યું તો બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સીરીઝનું આયોજન પણ આગામી સમયમાં થઇ શકે છે.
ADVERTISEMENT