Asia Cup 2023: એશિયા કપમાં રિઝર્વ ડે પર થઈ રહેલા સુપર 4 મેચમાં ભારતે પાકિસ્તાનને જીત માટે 357 રનનો મુશકેલ ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે જોરદાર બેટીંગ કરી હતી. વિરાટના બેટથી 122 રન અને રાહુલના બેટથી 111 રનનો જાણે કે વરસાદ થઈ ગયો હતો. ક્રિકેટના રસીકો પણ આ બંનેની બેટીંગને જોઈ આજે ખુશખુશાલ મુદ્રામાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બંનેએ 233 રનની અણનમ પાર્ટનરશીપ નોંધાવી હતી.
ADVERTISEMENT
ભારતીય ખેલાડીએ રચ્યો ઈતિહાસ
આ સાથે જ કોહલીએ પોતાના ઈંટરનેશનલ કરિયરની 77મી અને વનડે ઈંટરનેશનલની 47મી સેંચ્યુરી પીરી કરી હતી. કોહલીએ 94 બોલ પર અણનમ 122 રન બનાવ્યા છે જેમાં 9 ચોક્કા અને ત્રણ છક્કા શામેલ છે. આ ઈનિંગ દરમિયાન કોલલી વનડે ઈંટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પુરા કરનારો બેટ્સમેન બની ગયો છે. કોહલીએ આ મામલામાં સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને 321 મેચમાં 13 હજાર રન પુરા કર્યા હતા જ્યારે કોહલીએ આ સિદ્ધી 267 ઈનિંગ્સમાં જ પુરી કરી નાખી છે.
Chandrababu Naidu News: સાઉથના ‘પાવર સ્ટાર’ Pawan Kalyan જેના માટે રસ્તા પર સૂઈ ગયા, જાણો ઈનસાઈડ સ્ટોરી
એક ગજબનો સંયોગ પણ બન્યો
આમ તો આ એક ગજબ સંયોગ કહી શકાશે કે સચિન તેંડુલકર કે જેને ક્રિકેટનો ભગવાન કહેવાય છે તેણે જ્યારે 13 હજાર રન પુરા કર્યા ત્યારે પણ મેચ પાકિસ્તાની જ સામે હતી. તેણે 16 માર્ચ 2004માં રાવલપિંડીમાં 330 મેચની 321મી ઈનિંગમાં આવું કર્યું હતું. તે મેચમાં સચિને 141 રન લગાવીને રીતસર પાકિસ્તાનને હચમચાવી મુક્યું હતું. જેને કારણે તે સમયે પાકિસ્તાન 12 રનથી હાર્યું પણ હતું. હવે વિરાટે પણ જ્યારે પોતાના આદર્શ એવા તેંડુલકરની જેમ જ આજની પાકિસ્તાનની સામેની મેચમાં જ 13 હજાર રન પુરા કરી લીધા છે. કોહલી, સચિન ઉપરાંત રિકી પોંટિંગ, સનથ જયસૂર્યા અને કુમાર સંગકારા જ વન ડે ઈંટરનેશનલમાં 13 હજાર રન પુરા કરી શક્યા છે.
ADVERTISEMENT