Asia Cup 2023: ભારત-નેપાળની મેચમાં આજે વરસાદ ફરી બની શકે વિલન, મેચ રદ થઈ તો શું થશે?

Asia Cup 2023 India vs Nepal: ભારતીય ટીમે એશિયા કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. ટીમે શનિવારે (2 સપ્ટેમ્બર) પાકિસ્તાન સામે મેચ રમી…

gujarattak
follow google news

Asia Cup 2023 India vs Nepal: ભારતીય ટીમે એશિયા કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. ટીમે શનિવારે (2 સપ્ટેમ્બર) પાકિસ્તાન સામે મેચ રમી હતી, જે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. એટલે કે મેચનું પરિણામ જાણી શકાયું ન હતું અને બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા હતા.

ભારતની પહેલી મેચ રદ થઈ

આ મેચ રદ્દ થતાં પાકિસ્તાનની ટીમ સુપર-4માં પહોંચી ગઈ છે. ગ્રુપ-Aમાં પાકિસ્તાનના 3 પોઈન્ટ છે. જ્યારે ભારતીય ટીમનો હજુ એક જ પોઈન્ટ છે. નેપાળ પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 238 રનથી હારી ગયું હતું. આવી સ્થિતિમાં તેની પાસે હજુ સુધી કોઈ પોઈન્ટ નથી.

હવે ભારતીય ટીમે તેની બીજી મેચ નેપાળ સાથે જ રમવાની છે. આ મેચ સોમવારે (4 સપ્ટેમ્બર) પલ્લેકેલેમાં રમાશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે સુપર-4માં પહોંચી જશે. પરંતુ પલ્લેકેલેનું હવામાન ખૂબ જ ખરાબ દેખાઈ રહ્યું છે.

આજની મેચમાં વરસાદની 89 ટકા સંભાવના

સોમવારે પલ્લેકેલેમાં વરસાદની સંભાવના 89 ટકા છે. આવી સ્થિતિમાં મેચ ધોવાઈ જવાની પૂરી સંભાવના છે. જો આવું થાય અને વરસાદને કારણે મેચ રદ્દ થઈ જાય તો શું થશે? આ સવાલ પણ ફેન્સના મનમાં હશે. જો મેચ રદ થશે તો ભારત અને નેપાળને સમાન રીતે 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં પણ ભારતીય ટીમ સુપર-4 માટે ક્વોલિફાય થશે.

પલ્લેકેલેમાં વરસાદની 89 ટકા શક્યતા

Accuweather અનુસાર, સોમવારે પલ્લેકલેમાં વરસાદની 89 ટકા સંભાવના છે. પવનની ઝડપ પણ 44 કિમી પ્રતિ કલાક રહેશે. જ્યારે પલ્લેકેલેમાં સોમવારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

    follow whatsapp