Asia Cup 2023, India vs Nepal: શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં ભારતીય ટીમે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો છે. આ મેચમાં જસપ્રીત બુમરાહ નથી રમી રહ્યો. તે હાલમાં જ પિતા બન્યો હોવાથી મુંબઈમાં છે, એવામાં તે થોડા દિવસો બાદ ફરી ટીમ સાથે જોડાઈ જશે. તેની ગેરહાજરીમાં મોહમ્મદ શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામેની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં નેપાળ સાથેની આ મેચ ભારત માટે મહત્વપૂર્ણ બની જાય છે. જો ભારતીય ટીમ આ મેચ હારી જશે તો તેના સુપર-4ના દરવાજા બંધ થઈ જશે. પરંતુ નબળા નેપાળ સામે હારની આશા ઓછી છે.
ભારતની પહેલી મેચ રદ થઈ
આ મેચ રદ્દ થતાં પાકિસ્તાનની ટીમ સુપર-4માં પહોંચી ગઈ છે. ગ્રુપ-Aમાં પાકિસ્તાનના 3 પોઈન્ટ છે. જ્યારે ભારતીય ટીમનો હજુ એક જ પોઈન્ટ છે. નેપાળ પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 238 રનથી હારી ગયું હતું. આવી સ્થિતિમાં તેની પાસે હજુ સુધી કોઈ પોઈન્ટ નથી. હવે ભારતીય ટીમે તેની બીજી મેચ નેપાળ સાથે જ રમવાની છે. આ મેચ સોમવારે (4 સપ્ટેમ્બર) પલ્લેકેલેમાં રમાશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે સુપર-4માં પહોંચી જશે. પરંતુ પલ્લેકેલેનું હવામાન ખૂબ જ ખરાબ દેખાઈ રહ્યું છે.
આજની મેચમાં વરસાદની 89 ટકા સંભાવના
સોમવારે પલ્લેકેલેમાં વરસાદની સંભાવના 89 ટકા છે. આવી સ્થિતિમાં મેચ ધોવાઈ જવાની પૂરી સંભાવના છે. જો આવું થાય અને વરસાદને કારણે મેચ રદ્દ થઈ જાય તો શું થશે? આ સવાલ પણ ફેન્સના મનમાં હશે. જો મેચ રદ થશે તો ભારત અને નેપાળને સમાન રીતે 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં પણ ભારતીય ટીમ સુપર-4 માટે ક્વોલિફાય થશે.
ADVERTISEMENT