Asia Cup 2023, IND vs SL: એશિયા કપ 2023માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. જો કે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની કોઈ એવી મેચ નથી બની જેમાં વરસાદ ન પડ્યો હોય. પરંતુ આ બધું હોવા છતાં તેણે ચારે બાજુથી પોતાના વિરોધીઓને હરાવ્યા છે.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાએ છેલ્લા 3 દિવસમાં પાકિસ્તાન અને પછી શ્રીલંકાને સુપર 4માં હરાવ્યું છે. શ્રીલંકા સામે 41 રનની જીત સાથે ભારત રેકોર્ડ 11મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું છે. શ્રીલંકાને રોમાંચક મેચમાં હરાવ્યા બાદ ભારતીય ચાહકો ઉત્સાહિત હતા. પરંતુ પછી ગાઉન્ડ પર કંઈક એવું જોવા મળ્યું જેની કોઈને અપેક્ષા નહોતી. મેચ બાદ ભારત અને શ્રીલંકાના ચાહકો મેદાન પર બાખડ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મેચ બાદ ભારત-શ્રીલંકાના ફેન્સની મારામારી
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ સમાપ્ત થયા બાદ બંને ટીમોના ચાહકો સ્ટેન્ડમાં એકબીજા સાથે ઝઘડ્યા હતા. પહેલા તો ફેન્સમાં થોડી બોલાચાલી થઈ. ત્યારબાદ શ્રીલંકાનો એક પ્રશંસક દોડીને આવે છે અને ભારતીય પ્રશંસક પર હુમલો કરે છે. આ પછી, તમામ ભારતીય પ્રશંસકોએ શ્રીલંકાના પ્રશંસકને પકડી લીધો અને તેને ખરાબ રીતે માર્યો. જો કે, આ પછી કેટલાક અન્ય લોકો તેમની લડાઈમાં હસ્તક્ષેપ કરે છે અને તેમને અલગ કરે છે. ઝઘડો કયા કારણોસર થયો તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. સુપર-4 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું. આ પછી, શ્રીલંકાને હરાવીને તે ફાઇનલમાં પહોંચી. હવે ટીમ ઈન્ડિયાની વધુ એક લીગ મેચ બાકી છે અને તેણે શુક્રવારે બાંગ્લાદેશનો સામનો કરવાનો છે. રવિવારે ફાઇનલ મેચ રમાશે.
કોણ રમશે ફાઈનલ?
સવાલ એ છે કે ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો મુકાબલો કઇ ટીમ સાથે થશે? તેનો નિર્ણય 14 સપ્ટેમ્બરે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચથી થશે. આ મેચ વર્ચ્યુઅલ સેમીફાઈનલ બની ગઈ છે. બંને ટીમોના 2-2 પોઈન્ટ છે અને જે ટીમ જીતશે તે ફાઈનલમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે એશિયા કપના ઈતિહાસમાં ભારત-પાકિસ્તાનની ફાઈનલ મેચ ક્યારેય થઈ નથી અને બાબર અને કંપની સારી ક્રિકેટ રમે તો આ સિઝનમાં તે થઈ શકે છે.
ADVERTISEMENT