Asia Cup 2023 IND vs PAK: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો, પ્લેઈંગ-11માં કોને મળી તક?

India Vs Pakistan Asia Cup 2023: એશિયા કપ 2023ના જે મુકાબલાની સૌ કોઈ આતુરતથી રાહ જોઈ રહ્યા છે, તેને શરૂ થવાને હવે ગણતરીની મિનિટો બાકી…

gujarattak
follow google news

India Vs Pakistan Asia Cup 2023: એશિયા કપ 2023ના જે મુકાબલાની સૌ કોઈ આતુરતથી રાહ જોઈ રહ્યા છે, તેને શરૂ થવાને હવે ગણતરીની મિનિટો બાકી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચ પર હાલ વરસાદના સંકટની આશંકા છે. જોકે ટોસ સમયે વાતાવરણ મોસમ સ્વસ્છ હોવાથી મેદાન પરથી કવર્સ હટાવી લેવામાં આવ્યા છે. જોકે સાંજના સમયે વરસાદની સંભાવના છે.

ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન (વિકેટ કિપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

પાકિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): ફખર ઝમાન, ઇમામ-ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કિપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ

ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં 17મી વખત ટકરાશે

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 17મી વખત આમને-સામને થશે. એશિયા કપની છેલ્લી 15 સીઝનમાં, બંને ટીમો T20 અને ODI ફોર્મેટ સહિત કુલ 16 વખત સામસામે આવી છે. આ 16 મેચોમાંથી, એક મેચમાં (વર્ષ 1997) કોઈ પરિણામ આવ્યું ન હતું. બાકીની 15 મેચોમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો.

જો જોવામાં આવે તો, 1984 થી 2018 સુધી, ભારત અને પાકિસ્તાન એશિયા કપના ODI ફોર્મેટમાં એકબીજા સામે 13 મેચ રમ્યા છે, જેમાં ભારતીય ટીમે 7 વખત પાકિસ્તાનને હરાવ્યું છે. પાકિસ્તાને પાંચ વખત જીતનો સ્વાદ ચાખ્યો, જ્યારે એક મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારતીય ટીમે 1984, 1988, 2008, 2010, 2012 અને 2018માં બે વખત પાકિસ્તાનને હરાવ્યું છે. બીજી તરફ, પાકિસ્તાને શારજાહના મેદાન પર 1995માં એશિયા કપમાં ભારત સામે તેની પ્રથમ મેચ જીતી હતી. આ પછી પાકિસ્તાને 2000, 2004, 2008 અને 2014માં પણ ભારતીય ટીમને હરાવી હતી.

જો આપણે T20 ફોર્મેટની વાત કરીએ તો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન માત્ર ત્રણ વખત સામસામે આવ્યા છે. 2016માં એક અને 2022માં બે વખત બંને ટીમો બે વખત સામસામે આવી હતી. 2016માં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. જ્યારે 2022માં ગ્રુપ સ્ટેજમાં ભારત અને સુપર-4માં પાકિસ્તાન જીત્યું હતું. આ આંકડાઓને જોતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે શનિવારે ભારત-પાકિસ્તાન મેચમાં રોમાંચ ચરમ પર રહેશે.

    follow whatsapp