Paris Olympics 2024: Aman Sehrawat નો વર્લ્ડ ચેમ્પિયનને ધોબી પછાડ, સેમિફાઈનલમાં શાનદાર એન્ટ્રી

Aman Sehrawat enters semis: ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવત પુરૂષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં તેની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી મેળવી છે

Aman Sehrawat

Aman Sehrawat

follow google news

Aman Sehrawat enters semis: ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવત પુરૂષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં તેની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી મેળવી છે. તેની સ્પર્ધા અલ્બેનિયાના ઝેલીમખાન અબાકારોવ સામે હતી, જેઓ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે. ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં અલ્બેનિયાના ઝેલીમખાન અબાકારોવને 11-0થી હરાવ્યો હતો. હવે અમન મેડલથી માત્ર એક જીત દૂર છે.

સેમિફાઇનલ મેચ ક્યારે હશે?

હવે સેમિફાઇનલની મેચમાં અમન સેહરાવત જાપાનના રેઈ હિગુચી સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9.45 કલાકે રમાશે. હિગુચીએ રિયો 2016માં સિલ્વર જીત્યો છે. હંગેરી રેન્કિંગ શ્રેણીમાં હિગુચી પાસેથી અમનને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે 140 કરોડ ભારતીયની નજર આજના સેમિફાઇનલ મુકાબલા પર રહેશે. 

    follow whatsapp