akash deep debut match: ફાસ્ટ બોલર આકાશ દીપે આજે ઈંગ્લેન્ડ સામે રમાય રહેલી રાંચી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું, આ આકાશ દીપ માટે કોઈ ડ્રિમ ડેબ્યૂથી ઓછું ના હતું. તેણે પહેલા જ સેશનમાં જ પોતાની બોલિંગ વડે ઈંગ્લેન્ડની ટીમની કમર તોડી નાખી હતી. માત્ર 10 બોલમાં જ આકાશે ઈંગ્લેન્ડની ટીમને 'બેઝબોલ' રમતનું કોંકડું બોલાવી દીધું. તેણે આ 10 બોલમાં 3 વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
આકાશની સંઘર્ષગાથા
જોકે, આપણા આજના આ હીરોની અહીં પહોંચવા સુધીની સફર એટલી આસાન રહી નથી. મૂળ બિહારના આ ખેલાડીએ એવા ખરાબ દિવસ પણ જોયા છે કે જેમાંથી બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ હોય છે. પિતા અને ભાઈના નિધનની વાત હોય કે પછી આર્થિક તંગીના કારણે ક્રિકેટ છોડવી પડી હોય અહીં પહોંચવા માટે આકાશે ખુબ સંઘર્ષ કર્યો છે. આકાશના પિતાની ઈચ્છા હતી કે તેને કોઈ સારી સરકારી નોકરી મળી જાય, પરંતુ આકાશનું મગજ તો હંમેશા ક્રિકેટ તરફ જ કેન્દ્રિત રહેતું હતું.
મારા મિત્રોનો પરિવાર પણ મારા વિશે ખરાબ બોલતો
એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને જણાવ્યું કે, બાળપણમાં મારે લોકોના ઘણા ટોણા સાંભળવા પડ્યા છે. તેના મિત્રોના પરિવારના સભ્યો પણ તેના વિશે ખરાબ બોલતા હતા. આસપાસના લોકો તેમના બાળકોને મારાથી દૂર રહેવાની સલાહ આપતા. તે માનતા હતા કે જો તેના બાળકો મારી સંગતમાં રહેશે તો બગડી જશે.
છ મહિનાના સમયગાળામાં પિતા અને ભાઈ બંને ગુમાવ્યા
વર્ષ ૨૦૧૫ ને આકાશ દીપ તેમના જીવનનું ખુબ જ મુશ્કેલ વર્ષ માને છે. તેણે છ મહિનાના ગાળામાં જ તેના પિતા અને ભાઈ બંને ગુમાવ્યા. સ્ટ્રોકના કારણે પિતાનું અવસાન થયું અને બે મહિના બાદ તેના ભાઈનું નિધન થયું. આકાશના ઘરમાં પૈસા નહોતા. તેણે તેની માતાનું ધ્યાન રાખવું પડ્યું. આ કારણોસર તેણે ત્રણ વર્ષ માટે ક્રિકેટ છોડી દીધી હતી. બાદમાં આકાશને લાગ્યું કે તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર નહીં રહી શકે.
આકાશ દીપની સફળતા પાછળ મિત્ર અને કાકાનો મોટો હાથ
આકાશ કહે છે કે તે તેના મિત્રોનો હંમેશા આભારી રહેશે. તેના મિત્રએ ખરાબ સમયમાં તેની ઘણી મદદ કરી. તેને દુર્ગાપુરમાં ક્લબ ક્રિકેટ રમવાની તક મળી. તેઓ ટેનિસ બોલ ક્રિકેટમાંથી પૈસા કમાય છે. આ સિવાય અહ્યા સુધી પહોંચવા માટે તેમના કાકાએ પણ ઘણી મદદ કરી. આકાશે 2019માં બંગાળ માટે તેની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તે જ વર્ષે, તેને લિસ્ટ A અને T20 ફોર્મેટમાં ડેબ્યૂ કરવાની તક પણ મળી.
IPLમાં RCB નો હિસ્સો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ પહેલા આકાશ બંગાળ માટે 30 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 104 વિકેટ ઝડપી હતી. તેના નામે 28 લિસ્ટ A મેચોમાં 42 વિકેટ છે. આ સાથે જ તેણે 41 ટી20માં 48 વિકેટ ઝડપી છે. આકાશ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમે છે. તેણે ટીમ માટે સાત મેચમાં છ વિકેટ ઝડપી છે.
ADVERTISEMENT