Ajit Agarkar બન્યા દેશના નવા ચીફ સિલેક્ટર, સેલેરીમાં પણ થયો વધારો

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો નવોચીફ સિલેક્ટર કોણ હશે આ વાતનો જવાબ મળી ચુક્યો છે. પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરની ચીફ સિલેક્ટરના પદ…

Chief selecter BCCI

Chief selecter BCCI

follow google news

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો નવોચીફ સિલેક્ટર કોણ હશે આ વાતનો જવાબ મળી ચુક્યો છે. પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરની ચીફ સિલેક્ટરના પદ પર નિયુક્તિ થઇ છે. અજીત અગરકર ચીફ સિલેક્ટર તરીકે ચેતન શર્માનું સ્થાન લેશે. અજીત અગરકરને ચીફ સિલેક્ટર બનાવવા માટે બીસીસીઆઇએ સેલેરીમાં પણ વધારો કર્યો છે.

અજીત અગરકર ચીફ સિલેક્ટર બને તે લગભગ નિશ્ચિત હતું. ગત્ત વખતે જ્યારે ચેતન શર્માને ફરીએકવરા ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા હતા. ત્યારે પણ અજીત અગરકર રેસમાં હતા. જો કે ત્યારે ચેતન શર્માએ બાજી મારી હતી. જો કે ચેતન શર્માનું એક સ્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયું હતું. જેના કારણે તેમણે પોતાનું પદ છોડવું પડ્યું હતું. ગત્ત થોડા મહિનાઓથી ચીફ સિલેક્ટરનું પદ ખાલી હતું. હવે આ પદ પર અજીત અગરકરની પસંદગી કરવામાં આવી છે.

અગરકર આ પહેલા દિલ્હી કેપિટલ્સની સાથે જોડાયેલા હતા. જો કે થોડા દિવસો પહેલા જ અગરકરે દિલ્ગી કેપિટલ્સનો સાથ છોડી દીધોહ તો. ત્યાર બાદથી જ નક્કી હતું કે, અગરકરને ચીફ સિલેક્ટર બનાવાશે. આવતા મહિને જનારા એશિયા કપ પહેલા અજીત અગરકરની નિયુક્તિ ખુબ જ મહત્વની છે. આ સાથે જ આ વર્ષે થનારા વર્લ્ડકપ અંગે પણ અગરકરની ભુમિકા મહત્વની રહેશે.

સુત્રો અનુસાર સિલેક્ટરની સેલેરી પણ ઓછઈ હોવાના કારણે કોઇ ખેલાડી આ પોસ્ટ પર એપ્લાઇ કરતું નહોતું. વિરેન્દ્ર સેહવાગે પણ આ પદ ઠુકરાવી દીધું હતું. આ વાતોને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇટ દ્વારા એક કરોડ રૂપિયા વાર્ષિક પગાર નું નિર્ધારણ કર્યું છે. આ ઉપરાંત અન્ય સેલેક્ટરોને પણ પગાર વધારો મળશે.

2007 માં અંતિમ વનડે મેચ રમતા પહેલા અગરકરે ભારત માટે 191 વનડે રમી હતી અને તેમાં 288 વિકેટ પ્રાપ્ત કરી હતી. અગરકરે 26 ટેસ્ટ પણ રમી છે. એટલું જ નહી અગરકરે ટેસ્ટમાં મક્કા ગણાતા લોર્ડ્સ મેદાનમાં સદી પણ ફટકારી હતી.

    follow whatsapp