T20 World Cup: ભારતીય ટીમ બારબાડોસ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાને પોતાની પહેલી સુપર 8 મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે રમવાની છે. કેનેડા સામેની છેલ્લી ગ્રુપ મેચ વરસાદના કારણે રદ થઈ હતી. એવામાં ટીમ ઈન્ડિયા સતત ત્રણ જીત બાદ હવે ટીમ રિલેક્સ દેખાઈ રહી છે. આ વચ્ચે ભારતીય ટીમે બીચ વોલીબોલની મજા માણી હતી. તમામ ખેલાડી શર્ટલેસ જોવા મળ્યો હતા અને બીચ પર ખૂબ જ મસ્તી કરી, જેનો વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
ખેલાડીઓ બીચ પર વોલીબોલ રમ્યા
વિરાટ કોહલી સાથે રિંકુ સિંહ,અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ પણ શર્ટ વગર બીચ વોલીબોલ રમતા જોવા મળ્યા. બીસીસીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આનો વીડિયો પોસ્ટ કર્યો. ભારતીય ટીમ ગ્રુપ Aમાં છે અને અમેરિકાની સાથે ટીમ ઈન્ડિયાએ સુપર 8 માટે ક્વોલિફાય કર્યું છે. સુપર 8 પહેલા ભારતે આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકાને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની પ્રથમ મેચ બારબાડોસ રમશે.
ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. અક્ષર પટેલ બોલ અને બેટ બંનેથી છવાયેલો છે. આ સિવાય અર્શદીપે પણ પોતાનો ક્લાસ બતાવ્યો છે. ન્યૂયોર્કની પીચ પર બોલરોને ફાયદો મળ્યો પણ બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા નથી. આશા છે કે વેસ્ટ ઈન્ડિઝની પીચ પર ભારતીય બેટ્સમેનો રન બનાવશે.
ભારતનું સુપર 8નું શેડ્યૂલ
ભારત પોતાના અભિયાનની શરૂઆત 20 જૂને બારબાડોસમાં અફઘાનિસ્તાન સામેની મેચથી કરશે. ત્યાર પછી તે એન્ટિગુઆ જશે, જ્યાં તેનો સામનો બાંગ્લાદેશ સામે થશે. બે દિવસ પછી, તે સુપર 8 તબક્કાનું સમાપન 24 જૂને સેન્ટ લુસિયામાં ઓસ્ટ્રેલિયા સામેની રોમાંચક મેચમાં કરશે. ભારતની બધી મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
20 જૂન : ભારત vs અફઘાનિસ્તાન, બ્રિજટાઉન, બારબાડોસ (ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે)
22 જૂન : ભારત vs બાંગ્લાદેશ, નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆ (ભારતીય સમયઅનુસાર રાત્રે 8 વાગ્યે)
24 જૂન : ભારત vs ઓસ્ટ્રેલિયા, ગ્રોસ આઈલેટ, સેંટ લૂસિયા(ભારતીય સમયઅનુસાર રાત્રે 8 વાગ્યે)
ADVERTISEMENT