ઓવલ : ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી થયેલા શરમજનક પરાજય બાદ ટ્રોફીનું ટીમ ઈન્ડિયાનું સપનું વધારે એક વખત ચકનાચૂર થયું હતું. ચાહકોની 10 વર્ષની ટ્રોફી માટેની રાહનો અંત આણવામાં ભારતીય ટીમ શરમજનક રીતે નિષ્ફળ રહી હતી. ગત સિઝનમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ રનર અપ બનીને જ ભારતીય ટીમને સંતોષ માનવો પડ્યો હતો. આ સિઝનમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમને છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ICC ટ્રોફી મેળવી હતી.
ADVERTISEMENT
ભારતીય ટીમ 2013ની ઈંગ્લેન્ડ સામે ચેમ્પિયન્સ ટાઇટલ જીત્યું હતું. ત્યારથી વિરાટ કોહલી અને રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારત ICC ટ્રોફી માટે સતત સંઘર્ષ કરી રહ્યું છે. જો કે હજી સુધી સફળતા મળી નથી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ બે ICC ટૂર્નામેન્ટમાં ભારત સફળતાથી દુર જ રહ્યું છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ ઉપરાંત ગત વર્ષે T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં મળેલી હારને કારણે પણ ચાહકોમાં ભારે નિરાશા છે. રોહિત પર જ હવે ચાહકો સવાલ ઉઠાવવા લાગ્યા છે. જેના પગલે હવે રોહિત શર્માની કપ્તાની પર જ સવાલો ઉઠવા લાગ્યા છે. અનેક નિષ્ણાંતો પણ રોહિત પર રોષે ભરાયેલા છે. જેના કારણે તેની કપ્તાની પર પણ ખતરો છે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ICC ટૂર્નામેન્ટમાં જ નહીં પરંતુ ગયા વર્ષે એશિયા કપમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ બાબત છે કે, ટીમ ફાઇનલમાં પણ સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી હતી. જેના પગલે હવે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ICC ODI વર્લ્ડ કપ રમાવાનો છે. ત્યારે આ મેચમાં રોહિત શર્મા માટે કેપ્ટન તરીકે છેલ્લી તક માનવામાં આવી રહી છે. જો તેમાં પણ નિષ્ફળતા મળે છે તો રોહિતની કારકિર્દી સામે મોટો સવાલ પેદા થઇ શકે છે. જો કે આ દરમિયાન કોઈ કારણોસર ટીમ ટ્રોફી જીતવાથી દુર રહી તો બીસીસીઆઈએ કેપ્ટનશીપ વિચાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે.
ADVERTISEMENT