IPL Auction 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે ખેલાડીઓની હરાજી મંગળવારે (19 ડિસેમ્બર) દુબઈમાં થઈ. આ સમયગાળા દરમિયાન, ફ્રેન્ચાઇઝીઓએ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સ (Pat Commins) અને મિચેલ સ્ટાર્ક (Mitchel Starc) પર ઘણા પૈસા ખર્ચ્યા. બંનેએ મળીને 45.25 કરોડની કમાણી કરી હતી. આ હરાજી જોઈને ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ADVERTISEMENT
તેમાંથી એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરા છે, જેણે આ બંને મોટી હરાજી સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે, જો આમને આટલા પૈસા મળ્યા છે, તો વિરાટ કોહલીને 42 કરોડ રૂપિયામાં અને જસપ્રિત બુમરાહને 41 કરોડ રૂપિયામાં વેચાવા જોઈએ.
‘એકને આટલા પૈસા અને બીજાને સાવ ઓછા’
આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘હાલમાં T20નો નંબર-1 બોલર કોણ છે? હાલમાં IPL નો નંબર-1 બોલર કોણ છે? તેનું નામ જસપ્રીત બુમરાહ છે. બુમરાહને 12 કરોડ રૂપિયા અને મિચેલ સ્ટાર્કને 25 કરોડ રૂપિયા મળે છે. આ બહુ ખોટું છે દોસ્ત. હું ઈચ્છું છું કે દરેકને બને તેટલા પૈસા મળે, પરંતુ આ પણ યોગ્ય નથી. કારણ કે આ ઈન્ડિયન પ્રીમિયર લીગ છે. હવે તે સપ્લાઈ અને ડિમાન્ડની વાત થઈ તો, એકને આટલા પૈસા મળે છે અને બીજાને ઓછા મળે છે.
આકાશે કહ્યું, ‘વફાદારી એ રોયલ્ટી છે. જો બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સને કહેશે કે, મને છોડી દો અને હું ઓક્શનમાં જઈશ. અથવા કોહલી RCBને પણ આ જ વાત કહી દે. તો પછી, તેમની કિંમતને ધ્યાનમાં રાખીને, તમે તેને 35 કરોડ રૂપિયામાં ખરીદશો ને? આવું જ થવું જોઈએ. જો આ હરાજીમાં બજાર નક્કી કરે છે કે મિશેલ સ્ટાર્કની કિંમત 25 કરોડ રૂપિયા હોઈ શકે છે, તો તે જ બજાર એ પણ નક્કી કરશે કે વિરાટ કોહલીની કિંમત 42 કરોડ રૂપિયા અને બુમરાહની કિંમત 41 કરોડ રૂપિયા હોવી જોઈએ અને રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની પણ હોવા જોઈએ.’
ભારતીય ખેલાડીઓ પર વધુ પૈસા ખર્ચવા જોઈએ
પોતાના વિચારો વ્યક્ત કરતા આકાશ ચોપરાએ કહ્યું કે, તેમના મતે આઈપીએલ એક ભારતીય ટૂર્નામેન્ટ છે, તેથી આ હરાજીમાં ભારતીય ખેલાડીઓ પર વધુ પૈસા ખર્ચવા જોઈએ.
આકાશે કહ્યું, ‘એવું ન થઈ રહ્યું હોય તો ક્યાંક ભૂલ થઈ ગઈ છે. હવે એનો ઉકેલ કેવી રીતે કાઢવો, એનો ઉકેલ ઓવરસીઝ પર્સ બનાવી લો છે. ધારો કે 200 કરોડ રૂપિયાનું પર્સ છે તો તેમાંથી 125 કે 150 કરોડ રૂપિયા ભારતીય ખેલાડીઓ માટે રાખો. તમારે બાકીના 8 વિદેશી ખેલાડીઓને 70 કરોડ રૂપિયામાં ખરીદવા પડશે.
IPL મીની હરાજીમાં વેચાયેલા ટોચના 2 મોંઘા ખેલાડીઓ
પેટ કમિન્સ (રૂ. 20.50 કરોડ): પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ.20.50 કરોડમાં ખરીદ્યો છે. આ રીતે પેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પરંતુ તેનો આ રેકોર્ડ પણ એક કલાકમાં તૂટી ગયો હતો. પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મિચેલ સ્ટાર્ક (રૂ. 24.75 કરોડ): કમિન્સનો આ રેકોર્ડ ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે તોડ્યો છે. હવે ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ADVERTISEMENT