Yuvraj Singh Biopic: વર્ષ 2011માં ભારતીય ક્રિકેટ ટીમને વન-ડે વર્લ્ડકપનું ટાઈટલ જીતવામાં ઓલરાઉન્ડર યુવરાજ સિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવરાજ સિંહને વર્લ્ડ કપમાં 'મેન ઓફ ધ ટુર્નામેન્ટ'નો એવોર્ડ મળ્યો હતો. એક તરફ, તે ટીમને મેચ જીતાડવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો હતો, તો બીજી તરફ, તેનું શરીર એક અલગ જ યુદ્ધ લડી રહ્યું હતું.
ADVERTISEMENT
યુવરાજ સિંહ કેન્સરથી પીડિત હતો, પરંતુ તેણે કેન્સર જેવી ગંભીર બીમારીને હરાવીને જીવનની અસલી લડાઈ જીતી લીધી. હવે આખી દુનિયા યુવરાજ સિંહની સ્ટોરી મોટા પડદા પર જોશે.
તેની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. આ બાયોપિક ટી-સીરીઝના બેનર હેઠળ બનાવવામાં આવશે. ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા આ બાયોપિક પ્રોડ્યુસ કરશે.
યુવરાજ સિંહની બાયોપિકની જાહેરાત
વાસ્તવમાં, મોટી પ્રોડક્શન કંપની ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે રવિ ભાગચંદકા સાથે મળીને યુવરાજ સિંહની બાયોપિકની જાહેરાત કરી હતી. યુવરાજ સિંહની આખી જર્ની તેની ફિલ્મમાં બતાવવામાં આવશે.
પોતાની બાયોપિક બનવા અંગે યુવરાજ સિંહે કહ્યું કે, હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવી રહ્યો છું કે ભૂષણ જી અને રવિજી મારી ક્રિકેટ સફર દુનિયાભરમાં બતાવવા માટે તૈયાર છે. ક્રિકેટ મારો સૌથી મોટો પ્રેમ રહ્યો છે અને તમામ ઉતાર-ચઢાવમાં મારી શક્તિનો સ્ત્રોત રહ્યો છે. મને આશા છે કે આ ફિલ્મ લોકોને તેમના જીવનના પડકારોને પાર કરવા અને તેમના અતૂટ જુસ્સાને જાળવી રાખવા માટે પ્રેરણા આપશે.
યુવરાજ સિંહ પર બની રહેલી ફિલ્મ 'સચિનઃ અ બિલિયન ડ્રીમ્સ' માટે જાણીતા રવિ ભાગચંદકા દ્વારા સહ-નિર્મિત છે. યુવરાજ સિંહ સાથેના સંબંધો અંગે રવિએ કહ્યું કે, યુવરાજ લાંબા સમયથી મારો સારો મિત્ર છે. હું ખુશ છું કે તેણે તેની ક્રિકેટ સફરને ફિલ્મમાં બદલવા માટે અમને પસંદ કર્યા. યુવી માત્ર વર્લ્ડ ચેમ્પિયન નથી પરંતુ એક સાચો લિજેન્ડ છે.
ADVERTISEMENT