Palmistry: હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, વ્યક્તિની હથેળીમાં કેટલાક નિશાન હોય છે, જે દર્શાવે છે કે વ્યક્તિ ધનવાન બનશે. મતલબ કે જો તમારી હથેળીમાં આ 5 ચિહ્નો છે તો તમને બહુ ઓછી મહેનતમાં પણ મોટી સફળતા મળશે. જે વ્યક્તિની હથેળીમાં આ 5 ચિન્હ હોય છે તેને જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. આવા લોકો નોકરી હોય કે ધંધો બધે જ પ્રગતિ કરે છે. આવો, જાણીએ હથેળી પર ધનવાન થવાના કયા કયા સંકેતો છે.
ADVERTISEMENT
હથેળી પર બનેલું ત્રિકોણ નિશાન બનાવે છે માલામાલ
હથેળી પર ત્રિકોણ અથવા ત્રિકોણનો આકાર સૂચવે છે કે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે. આ ત્રિકોણ તમારી હથેળીની નાની આંગળી પાસે જોવા મળે છે. આર્થિક લાભની ઘણી તકો મળવાની સાથે તમે અદ્ભુત જીવન પણ જીવો છો. આ ચિહ્નથી તમને પૈસા કમાવવાની ઘણી તકો પણ મળે છે.
ભાગ્ય રેખા વ્યક્તિના જીવનમાં સૌભાગ્યનું પ્રતીક છે
હથેળીમાં જે રેખા શરૂઆતથી થઈને સીધી મધ્યમા આંગળી પર જઈને મળે છે, તેને ભાગ્ય રેખા કહે છે. ભાગ્ય રેખા જ્યાંથી શરૂ થાય છે તેને મણિબંધ કહેવામાં આવે છે. તે મધ્યમા આંગળીની નીચે ઉભા સ્થાન પર જોવા મળે છે, જેને શનિ પર્વત કહેવામાં આવે છે. જે લોકોની હથેળી પર ખૂબ જ ઘાટી અને ઊંડી ભાગ્ય રેખા હોય છે, તેઓ જીવનમાં સફળતાની સીડી ખૂબ જ ઝડપથી ચઢે છે.
સૂર્ય રેખાથી સફળતાના શીખર સર કરો
ભાગ્ય રેખાની સમાંતર રેખા નાની આંગળી તરફ જાય છે, તેને સૂર્ય રેખા કહે છે. જો તમારી હથેળી પર સૂર્ય રેખા ખૂબ જ ઊંડી છે અને તે ક્યાંય તૂટેલી નથી, તો તમારે સમજી લેવું જોઈએ કે તમને ભવિષ્યમાં આર્થિક લાભ થઈ શકે છે. આ સાથે હથેળી પરની સૂર્ય રેખા પણ તમારી સફળતા અને ગુણોને વ્યક્ત કરે છે.
હથેળી પર ઉપસેલો બુધ પર્વત ખોલે છે કિસ્મતનું તાળું
તમારી હથેળી પર બુધ પર્વત પણ ધન પ્રાપ્તિનો સંકેત છે. બુધ પર્વત તમારી તર્જની આંગળીની નીચે છે. બુધ પર્વત માત્ર પૈસા સંબંધિત સંકેતો જ નથી આપતો પરંતુ તેની સ્થિતિથી વ્યક્તિની શક્તિ, સફળતા અને મહત્વકાંક્ષાઓ પણ જાણી શકાય છે. બુધ પર્વતના કદને જોઈને સંપત્તિ અને સમૃદ્ધિનો અંદાજ લગાવી શકાય છે.
માછલીના આકારવાળી આકૃતિ પૈસાના આગમનનો સંકેત
જો તમારી હથેળીમાં જીવન રેખાને સ્પર્શતી રેખાઓ માછલીના આકારની આકૃતિ બનાવે, તો તમારે સમજી લેવું જોઈએ કે ભવિષ્યમાં તમારું નસીબ ખુલવા જઈ રહ્યું છે. તમારા હાથમાં માછલીનો આકાર હોવો એ સંકેત છે કે તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે.
ADVERTISEMENT