Surya Nakshatra Parivartan 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફરી એકવાર સૂર્ય દેવતા નક્ષત્ર પરિવર્તન કરવાના છે. 25 મે, 2024ના રોજ સૂર્ય ગ્રહ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આજથી 16 દિવસ બાદ એટલે કે શનિવારે સવારે 03.27 કલાકે સૂર્યદેવ પોતાની ચાલ બદલશે.
ADVERTISEMENT
આ વખતે સૂર્યના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકી શકે છે. લાંબા સમયથી તમારા જે કામ પૂરા થઈ રહ્યા નથી, તે ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ શકે છે. આ સિવાય કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે. ચાલો જાણીએ તે 6 રાશિઓ વિશે, જેને સૂર્ય દેવના રોહિણીમાં પ્રવેશ કરવાથી લાભ થઈ શકે છે.
સિંહ રાશિ
નોકરીમાં પ્રગતિની સંભાવના છે. જેમણે ગયા વર્ષે જ પોતાનો બિઝનેસ ખોલ્યો છે, તેમને ટૂંક સમયમાં જ મોટો નફો થઈ શકે છે. ઘરમાં સુખ અને શાંતિ બની રહેશે. જે લોકોની ઉંમર લગ્ન લાયક થઈ ગઈ છે, તેઓને જલ્દી સારા સમાચાર સાંભળી શકે છે.
મકર રાશિ
આ અઠવાડિયે પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે. જે કામમાં તમે પૈસા લગાવશો, ભવિષ્યમાં તેનાથી તમને સારું રિટર્ન મળી શકે છે. બિઝનેસ કરી રહેલા લોકોને સારો નફો થઈ શકે છે.
ધન રાશિ
જે લોકોના ગયા મહિને જ લગ્ન થયા છે, તેઓ તેમના પરિવારના સભ્યો સાથે વિદેશ પ્રવાસે જઈ શકે છે. જેઓ લાંબા સમયથી સિંગલ છે, તેઓને મહિનાના અંત સુધીમાં સાચો પ્રેમ મળી શકે છે. નોકરી કરતા લોકોને આવતા મહિને પ્રમોશન મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
લાંબા સમયથી તમે જે બીમારીથી પરેશાન છો, જલદી જ તેને છુટકારો મળી શકે છે. બિઝનેસમાં મોટો નફો થઈ શકે છે. જે લોકો છેલ્લા બે વર્ષથી રિલેનશનશિપમાં છે, તેમના લગ્ન નક્કી થઈ શકે છે.
કર્ક રાશિ
સૂર્ય દેવાના ચાલ બદલવાથી કર્ક રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. દરેક કામમાં તમને ભાગ્યનો સાથ મળશે, જેના કારણે તમારા સપના જલદી પૂરા થઈ શકે છે. તેની સાથે પરિવારમાં ખુશીનો માહોલ બન્યો રહેશે.
તુલા રાશિ
લાંબા સમયથી જે વાતને લઈને તમારા પરિવારના સભ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ટૂંક સમયમાં જ તેનો ઉકેલ મળી શકે છે. જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને મહિનાના અંત સુધીમાં ખરીદી શકો છો.
નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.
ADVERTISEMENT