Sharvan 2024: પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ 5 ઓગસ્ટથી થવા જઈ રહ્યો છે. આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ દરમિયાન મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે અને મંદિરોમાં જળાભિષેક અને રૂદ્રાભિકેષ કરીને ભોળાનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ADVERTISEMENT
ઝડપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ
હિન્દુ માન્યતા અનુસાર, ભગવાન શિવ તેમના ભક્તો પર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો શ્રાવણ માસમાં કેટલાક ઉપાય કરવામાં આવે તો ભક્તોને જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
મળી જશે સારામાં સારી નોકરી
જો તમે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છો અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તેમાં સફળતા નથી મળી રહી તો તમારે શ્રાવણ મહિનામાં કેટલાક ઉપાયો અવશ્ય કરવા જોઈએ. શ્રાવણમાં ભગવાન શિવની પૂજા દરમિયાન, માતા પાર્વતીની પણ પૂજા કરો અને તેમને ચાંદીની પાયલ ચઢાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કરિયરમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જાય છે. જો તમને બિઝનેસમાં સફળતા નથી મળી રહી તો તમે પણ આ ઉપાય અજમાવી શકો છો.
લગ્નમાં અડચણો થશે દૂર
જો તમારા દ્વારા અનેક પ્રયાસ કરવા છતાં તમારા લગ્ન નથી થઈ રહ્યા તો શ્રાવણ મહિનાના દરેક સોમવારે સાચા મનથી શિવલિંગ પર જલાભિષેક કરો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.
સારા જીવનસાથી મળશે!
જો તમે સારા જીવનસાથીની શોધમાં છો, તો શ્રાવણના દરેક સોમવારે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. આ દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.
અન્ય સમસ્યાઓ માટે
જો તમે તમારા જીવનમાં અન્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમે ભોળાનાથની કૃપા મેળવવા માટે શ્રાવણ મહિનાના દરેક સોમવારે મહાદેવની વિધિ વિધાનથી પૂજા કરો અને 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરો.
નોંધઃ અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. આને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.
ADVERTISEMENT