Shravan 2024: સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ મહત્વ છે. શ્રાવણ મહિનામાં દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરીને જીવનના કષ્ટોને દૂર કરી શકાય છે. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાથી સૃષ્ટિની જવાબદારી ભગવાન શિવના ખભા પર આવી જાય છે, કારણ કે ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી 4 મહિના માટે યોગ નિદ્રામાં જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન ભોળાનાથને કેટલાક રાશિઓ ખૂબ જ પ્રિય છે. આ રાશિઓ પર પ્રભુની કૃપા હંમેશા બની રહે છે. ભોલેનાથના પ્રિય મહિનામાં ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. ચાલો જાણીએ કઈ રાશિઓ પર શિવજીની હંમેશા શુભ દ્રષ્ટી બની રહે છે.
ADVERTISEMENT
તુલા
તુલા રાશિના જાતકો પર ભગવાન શિવની અસીમ કૃપા બની રહે છે. મહાદેવને આ રાશિ ખૂબ જ પ્રિય છે. શિવજીની પ્રિય રાશિ હોવાને કારણે તુલા રાશિના જાતકોને પ્રભુને પ્રસન્ન કરવામાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. તેથી આ રાશિના લોકો લક્ઝરી જીવન જીવવાનું પસંદ કરે છે. જ્યારે પણ તમને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારે શિવ ચાલીસાના પાઠ કરવાથી સુખ અને શાંતિ મળી શકે છે.
કુંભ
ભગવાન શિવની પ્રિય રાશિઓમાં કુંભ રાશિનું નામ પણ સામેલ છે. કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. કુંભ રાશિના લોકો સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી પાર કરી લે છે. આ રાશિના જાતકો પર ભગવાન શિવની કૃપા હંમેશા રહે છે. કુંભ રાશિના જાતકોએ સોમવાર અને શનિવારે શિવ ચાલીસાના પાઠ કરવા જોઈએ. તેનાથી ભગવાન શિવને તો પ્રસન્ન કરી શકાય છે સાથે-સાથે શનિની સાઢા સાતીના ખરાબ પ્રભાવને પણ ઘટાડી શકાય છે.
મકર
આ રાશિના સ્વામી ગ્રહ શનિદેવ છે. મકર રાશિના લોકો સ્વભાવે ખૂબ જ મહેનતુ અને પ્રભાવશાળી હોય છે. ભગવાન શિવની પ્રિય રાશિમાં સામેલ હોવાને કારણે મકર રાશિના લોકોએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વધારે મહેનત કરવી પડતી નથી. ભગવાન શિવની પૂજા કરીને અને શિવલિંગનો જલાભિષેક કરીને તમે તમારા કાર્યસ્થળ અને શિક્ષણમાં ઉંચાઈ પ્રાપ્ત કરી શકો છો.
નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.
ADVERTISEMENT