8 ઓગસ્ટ 2024નો દિવસ જ્યોતિષોના મતે ખુબ ખાસ રહેવાનો છે. આ તારીખે 888નો જાદુઈ આંકડો બની રહ્યો છે. આવતીકાલે 8 તારીખ છે અને અંગ્રેજી કેલેન્ડરમાં ઓગસ્ટ મહિનો 8મો હોય છે. 2024ના બધા અંકોનો સરવાળો કરવા પર પણ 8 નંબર થાય છે. આમ, ગુરૂવારે 888નો જાદુઈ નંબર બની રહ્યો છે.
ADVERTISEMENT
તેથી, જ્યોતિષીઓ 8મી ઓગસ્ટ 2024ને જાદુઈ તારીખ તરીકે માની રહ્યા છે. જ્યોતિષીઓ કહે છે કે આ જાદુઈ નંબર 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે.
અંક જ્યોતિષમાં શનિદેવને મૂલાંક 8ના સ્વામી બતાવાયા છે. કહેવાય છે કે મૂલાંક 8માં જન્મેલા લોકો પર જન્મથી જ શનિનો પ્રભાવ રહે છે. શનિ દેવ જ્યારે જ્યારે આ મૂલાંકના લોકો પર મહેરબાન થાય છે, તેમના જીવનમાં અપાર ધન અને સુખ-સમૃદ્ધિથી ભરી દે છે.
આ 3 રાશિઓને થશે લાભ
શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે. જ્યારે તુલા રાશઇમાં તેમને ઉચ્ચ માનવામાં આવે છે. તેવામાં શનિનો આ જાદુઈ આંકડો 3 રાશિઓને લાભ આપી શકે છે. જ્યોતિષીય ગણતરી મુજબ, જાદુઈ અંક 888 આ ત્રણેય રાશિઓને શુભ ફળ આપશે. આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળી શકે છે.
સાથે જ તેમને કરિયરમાં પ્રગતિના અવસર મળી શકે છે. ધનધાન્યમાં વૃદ્ધિ થવાની પણ ખુબ સંભાવનાઓ છે. રોકાણના કિસ્સાઓમાં પણ લાભ મળી શકે છે.
ADVERTISEMENT