Premanand Maharaj vs Pradeep Mishra : હાલના દિવસોમાં કથાકાર પ્રદીપ મિશ્રા અને પ્રેમાનંદ મહારાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. પ્રદીપ મિશ્રાએ પોતાની કથા દરમિયાન રાધાજીને લઈને એક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ પ્રેમાનંદ મહારાજ ગુસ્સામાં આવી ગયા અને તેમણે પ્રદીપ મિશ્રા પર પ્રહાર કર્યા.
ADVERTISEMENT
રાધાના પતિનું નામ કૃષ્ણ નથી : પ્રદીપ મિશ્રા
પ્રદીપ મિશ્રાએ કહ્યું હતું કે, 'ભગવાન કૃષ્ણની 16,108 રાણીઓમાં રાધાજીનું નામ નથી. રાધાના પતિનું નામ કૃષ્ણ નથી. રાધાજીના પતિનું નામ અનય ઘોષ હતું. રાધારાની બરસાનાની નહીં પરંતુ ગ્રામ રાવળના હતા. બરસાનામાં તો રાધાજીના પિતાજીની કચેરી હતી, જ્યાં તે વર્ષમાં એક વખત આવતા હતા. એટલા માટે તેનું નામ બરસાના પડ્યું.'
ચાર શ્લોક વાંચીને તમે ખુદને કથાકાર કહો છો : પ્રેમાનંદ મહારાજ
આ ટિપ્પણી બાદ પ્રેમાનંદ મહારાજનો ગુસ્સો ફૂટ્યો હતો. તેમણે કહ્યું કે, 'ચાર શ્લોક વાંચીને તમે ખુદને કથાકાર કહો છો. રાધાજી અંગે તમે શું જાણો છો? જો તમે કોઈ સંતના ચરણોમાં રહીને સેવા કરી હોત તો તમારા મુખથી આવી અસભ્ય વાણી ન નિકળી હોત. જે રાધા અંગે કંઈ નથી જાણતા, તેઓ કેવી રીતે તેના પર ટિપ્પણી કરી શકે છે.'
વધુમાં પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, 'રાધાજીને લઈને આવી વાતો કરનારાને નરક ભોગવાથી કોઈ નહીં બચાવી શકે. તમને શરમ આવવી જોઈએ. જેનું નામ લઈને ખાઓ છો, તેમના અંગે આવી વાતો કરો છો.'
પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, 'ચાર લોકો વચ્ચે બેસીને તમે ખુદને બહુ મોટા ભાગવત પ્રવક્તા કહો છો. હકિકતમાં તમને બ્રહ્મ તત્વનો બોધ જ નથી. નર્કમાં જશો! વૃંદાવનની ભૂમિથી આ ગરજીને કહી રહ્યો છું. રાધાજીના અંશથી એવી શક્તિઓ પ્રગટ થઈ છે કે લોકોની અક્કલ ઠેકાણે લાગી ગઈ.'
જોકે, એક વીડિયોમાં પ્રદીપ મિશ્રાએ જણાવ્યું છે કે, 'તેમનો આ વીડિયો ઘણા વર્ષો જૂનો છે અને તેમણે આખો સાંભળવા પર ખબર પડે છે કે રાધાને લઈને કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરવામાં આવી.'
ADVERTISEMENT