બીમારીથી છુટકારો...સારામાં સારી નોકરી...લીંબુના આ ઉપાય બનાવી દેશે માલામાલ

Limbu Upay: લીંબુનો ઉપયોગ વાનગીનો સ્વાદ વધારવા ઉપરાંત કિસ્મતને ચમકાવવા માટે પણ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રામાં લીંબુ સાથે સંબંધિત ઘણા ઉપાયો વર્ણવવામાં આવ્યા છે.

Limbu Upay

લીંબુના ચમત્કારી ટોટકા

follow google news

Limbu Upay: લીંબુનો ઉપયોગ વાનગીનો સ્વાદ વધારવા ઉપરાંત કિસ્મતને ચમકાવવા માટે પણ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રામાં લીંબુ સાથે સંબંધિત ઘણા ઉપાયો વર્ણવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે લીંબુના ઉપાયોથી વ્યક્તિને બિઝનેસમાં સફળતા મળે છે અને જાતકની કિસ્મત પણ ચમકી જાય છે. ચાલો જાણીએ લીંબુના ચમત્કારી ઉપાયો વિશે. 

લીંબુના ઉપાય

- જો તમે બિઝનેસમાં સફળતા મેળવવા માંગો છો, તો એક લીંબુને કાર્યસ્થળની ચારેય દિવાલો સાથે સ્પર્શ કરો. ત્યાર બાદ લીંબુના 4 ટુકડા કરીને ચાર રસ્તે ચાર અલગ-અલગ દિશામાં એક-એક ટુકડાને ફેંકી દો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી બિઝનેસ ઘોડાની સ્પીડે દોડવા લાગે છે અને વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે.

- જો તમે જીવનમાં નજર દોષનો સામનો કરી રહ્યા છો, તો માથાથી પગ સુધી સાત વાર લીંબુ ઉતારો. ત્યાર બાદ તેના ચાર ટુકડા કરીને ચાર રસ્તે ફેંકી દો. એવું માનવામાં આવે છે કે લીંબુનો આ ઉપાય કરવાથી નજર દોષમાંથી છુટકારો મળે છે. 

- સારી નોકરી મેળવવા માટે સવારે સ્નાન કર્યા બાદ એક લીંબુમાં 4 લવિંહ લગાવો. હવે હનુમાન મંદિર જઈને હનુમાનજીની પૂજા-અર્ચના કરો અને વિધિવત હનુમાન ચાલીસાના પાઠ કરો. માનવામાં આવે છે કે આ ઉપાયને કરવાથી નોકરી મળવાના યોગ બને છે.

- આ સિવાય બીમારીને દૂર કરવા માટે શનિવારના દિવસે લીંબુથી કરવામાં આવેલા ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક લીંબુને બીમાર વ્યક્તિની ઉપરથી 7 વખત ઉંધુ ફેરવો. માન્યતા છે કે આમ કરવાથી બીમારીઓથી છુટકારો મળે છે. 

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક ગ્રંથોની માન્યતાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ નથી કરતા. 
 

    follow whatsapp