Nimbu Mirchi Astro Tips: સનાતન ધર્મના લોકો માટે ખરાબ નજર, નકારાત્મક ઉર્જા, કાળો જાદુ અને જાદુટોણા વગેરેનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ પર આ વસ્તુઓનો પ્રભાવ હોય છે ત્યારે તેને જીવનમાં સફળતા નથી મળતી. આ સિવાય તેને શારીરિક, માનસિક અને આર્થિક એમ ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધી બાબતોથી બચવા માટે કેટલાક લોકો વિવિધ ઉપાયો અપનાવે છે.
ADVERTISEMENT
ખરાબ નજરથી બચવા માટેનો સૌથી સરળ અને સામાન્ય ઉપાય લીંબુ અને મરચા છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘર, દુકાન કે કાર્યસ્થળની બહાર લીંબુ અને મરચા લટકાવવાથી પરિવાર અને દુકાન પર ખરાબ નજર નથી લાગતી. આ સિવાય તંત્ર-મંત્ર અને ટોટકાઓમાં પણ લીંબુ-મરચાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ઘર કે દુકાનની બહાર લીંબુ અને મરચા લટકાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ લીંબુ અને મરચા સાથે જોડાયેલી કેટલીક જરૂરી બાબતો વિશે...
કઈ બાજુ લટકાવવા જોઈએ લીંબુ-મરચા?
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘર અથવા દુકાનની બહાર એક લીંબુની સાથે ત્રણ, પાંચ અથવા સાત મરચાને કાળા દોરાની સાથે બાંધીને લગાવવા જોઈએ. આ સિવાય લીંબુને સૌથી નીચે રાખો અથવા તો વચ્ચે રાખો. ઘરના મુખ્ય દ્વારની મધ્યમાં લીંબુ અને મરચા લગાવવા શુભ માનવામાં આવે છે. આથી આવતા-જતા લોકોની તેના પર નજર પડશે. તો જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરશે, ત્યારે પણ તેની નજર આના પર પડશે. આનાથી ઘરમાં નકરાત્મક ઉર્જાનો વાસ નથી થતો. આ સિવાય પરિવારજનોને પણ ખરાબ નજરનો સામનો કરવો પડશે નહીં.
કયા દિવસે લીંબુ અને મરચાને ઘરની બહાર લટકાવવા જોઈએ?
વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે શનિવાર કે મંગળવારે સવારે કે સાંજે લીંબુ અને મરચાને હંમેશા લટકાવવા જોઈએ. સાથે જ અમાવસ્યાના દિવસે લીંબુ અને મરચાને ક્યારેય ન લટકાવવા જોઈએ. આ કારણે ઘરમાં ખરાબ શક્તિઓનો વાસ થઈ શકે છે. આ સિવાય લીંબુ અને મરચાને હંમેશા પોતાના હાથથી ઘરમાં લટકાવવા જોઈએ. લીંબુ અને મરચાને ક્યારેય કોઈ નોકર કે અજાણ્યા વ્યક્તિના હાથે ન લગાવડાવવા જોઈએ.
લીંબુ અને મરચા લટકાવવાનું ધાર્મિક કારણ
ધાર્મિક માન્યતા અનુસાર, ઘરની બહાર લીંબુ અને મરચા લટકાવવાથી પરિવારના સભ્યોને ખરાબ નજર નથી લાગતી. વાસ્તવમાં, લીંબુ ખાટા હોય છે, જ્યારે મરચાનો સ્વાદ તીખો હોય છે. જ્યારે આ બે ગુણો ભેગા થાય છે, ત્યારે તેનાથી વ્યક્તિને એકાગ્ર કરવામાં મુશ્કેલી પડે છે અને તેનું ધ્યાન નથી લાગતું. આવી સ્થિતિમાં ઘર પર કોઈની ખરાબ નજર નથી લાગતી.
લીંબુ અને મરચા લટકાવવાનું વૈજ્ઞાનિક કારણ
લીંબુ અને મરચાને ઘરની બહાર લટકાવવાનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે. વાસ્તવમાં, લીંબુની ખાટી અને મરચાની તીખી સુગંધ આવે છે, જેના કારણે માખીઓ-મચ્છરો દરવાજા પર બેસતા નથી. તેનાથી બીમારીઓનું જોખમ પણ ઘટે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક ગ્રંથોની માન્યતાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ નથી કરતા.
ADVERTISEMENT