Vat Savitri 2024: ક્યારે છે વટ સાવિત્રીનું વ્રત, 21 કે 22 જૂન? જાણો સાચી તારીખ અને પૂજાનું મુહૂર્ત

Gujarat Tak

• 04:08 PM • 20 Jun 2024

Vat Savitri Vrat: વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે.

વટ સાવિત્રીનું વ્રત

Vat Savitri

follow google news

Vat Savitri Vrat: વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે. આ વર્ષે વટ સાવિત્રી 21મી જૂને છે કે 22મી જૂને? તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યૂન છે કારણ કે વટ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ 21 જૂને સવારે શરૂ થશે અને 22 જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે. તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડૉ. કૃષ્ણ કુમાર ભાર્ગવે જણાવ્યું છે કે વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત ક્યારે છે. 

જેઠ માસની પૂનમની તિથિ ક્યારે?

વૈદિક પંચાંગ અનુસાર, વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે 21 જૂન, શુક્રવારે સવારે 07:31 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 22 જૂન, શનિવારે સવારે 06:37 વાગ્યા સુધી ચાલુ રહેશે. તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમયે થાય છે. આ આધારે જેઠ પૂર્ણિમા તિથિ 22 જૂને છે કારણ કે તે દિવસે સૂર્યોદય સવારે 05:24 મિનિટે થશે, જ્યારે 21 જૂને સૂર્યોદય સવારે 05:24 મિનિટે થશે, પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે.

વટ સાવિત્રીના વ્રતની સાચી તારીખ શું?

વ્રત માટે, આ જરૂરી છે કે ચંદ્રોદય પૂર્ણિમાની તિથિ હોવી જોઈએ. આવા પંચાગ અનુસાર જેઠ પૂર્ણિમાનો ચંદ્રોદય 21 જૂને થાય છે. એવામાં વટ સાવિત્રી પૂર્ણિમા 21 જૂને, શુક્રવારે કરવી સારી છે. વટ સાવિત્રી પૂર્ણિમા વ્રતને વટ પૂર્ણિમા વ્રત પણ કહેવામાં આવે છે.

વટ સાવિત્રીના વ્રતનું 2024 મુહૂર્ત

21મી જૂને વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રતના દિવસે શુભ યોગ અને જેઠ નક્ષત્ર છે. શુભ યોગ સવારથી સાંજ 06:42 સુધી છે, જ્યારે જેઠ નક્ષત્ર પણ સવારથી સાંજ 06:19 સુધી છે. તે દિવસનું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત સવારે 11:55થી બપોરે 12:51 સુધીનું છે. એવામાં તમારે  વટ સાવિત્રીના વ્રતની પૂજા શુભ યોગમાં કરવી જોઈએ, તે તમારા માટે શુભ રહેશે.

વટ સાવિત્રીના વ્રતનું મહત્વ

વટ સાવિત્રી વ્રત પતિની લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે રાખવામાં આવે છે. આ વ્રતમાં દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથ સાંભળવા અને વાંચવાની પરંપરા છે. આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે. 
 

    follow whatsapp