Chaturmas 2024 Date: અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિથી ચતુર્માસ શરૂ થાય છે અને આ વખતે આ તિથિ 17 જુલાઈ, બુધવારના રોજ છે. આ તિથિને દેવશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રા માટે ક્ષીર સાગરમાં જાય છે, ત્યારથી ચાર મહિનાનો ચતુર્માસ શરૂ થાય છે. ચતુર્માસ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ અને માંગલિક કાર્યો નથી થતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચતુર્માસમાં જપ, તપ અને પૂજાનું વિશેષ મહત્વ છે, આ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ ચતુર્માસનું મહત્વ અને આ ચાર મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ…
ADVERTISEMENT
જાણો ચતુર્માસનું ખાસ મહત્વ
અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ 17મી જુલાઈથી ચતુર્માસ શરૂ થઈ રહ્યો છે અને કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ 12મી નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. ચતુર્માસમાં ચાર મહિનાનો સમાવેશ થાય છે, જે શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનો છે. ચાતુર્માસમાં, ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને પછી ભગવાન શિવ ચાર મહિના સુધી સૃષ્ટિનું સંચાલન કરે છે.
પુરાણો અને શાસ્ત્રો અનુસાર ચતુર્માસમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેમના નામનો જપ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. તેમજ કુંડળીમાં હાજર તમામ દોષો દૂર થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આર્થિક લાભ થાય છે.
ADVERTISEMENT